<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

કાલથી રેશનીંગ દૂકાનદારોની રાજવ્‍યાપી બેમૂદતી હડતાલઃ રાજકોટના ૭૦૦ દૂકાનદારોએ ‘ચલણ' ભર્યા નહી...

હડતાલને કારણે રાજકોટના ૧૧ લાખ સહિત રાજયભરના ૧ કરોડથી વધુ ગરીબ કાર્ડ હોલ્‍ડરોને અનાજ નહિ મળે... : સરકાર સમક્ષ ૨૦ જેટલી માંગણીઓ મૂકાઇઃ અનેક વખત રજૂઆતો છતા પ્રશ્નો નહિ ઉકેલાતા હવે આરપારની લડાઇ...

રાજકોટ તા.૩૧: અનેક મહત્‍વના મુદાઓ સંદર્ભે રાજ્‍યના રેશનીંગ દુકાનદારો દ્વારા તેમની મુખ્‍ય પડતર માંગણીઓના સમર્થનમાં કાલથી અનિヘતિકાળની હડતાળ પર જઇ રહયા છે. આ હડતાળના કારણે રાજયના અંદાજે ૭૫ લાખ રેશનીંગ જરૂરીયાતમંદો અનાજ વિનાના રહેશે.

રેશનીંગ મંડળ દ્વારા મુખ્‍ય ૨૦ પડતર માંગણીઓ સરકાર સમક્ષ મૂકવામાં આવી છે, જેને લઈને આ હડતાળનું એલાન આપવામાં આવ્‍યું છે. તેમની મુખ્‍ય માંગણીઓમાં  બાયોમેટ્રિક વેરિફિકેશન સંબંધિત પરિપત્ર રદ કરવો. આ ઉપરાંત અન્‍ય અનેક મુદ્દાઓને લઈને પણ રેશનીંગ દુકાનદારો દ્વારા સરકાર સામે વિરોધ વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો છે. ‘‘પડતર માંગણીઓને લઈને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. જ્‍યાં સુધી રાજ્‍ય સરકાર દ્વારા અમારી માંગણીઓ સ્‍વીકારવામાં નહીં આવે, ત્‍યાં સુધી હડતાળ ચાલુ રહેશે.''તેમ એસો.ના હોદેદારો શ્રી હિતુભા જાડેજા, માવજી રાખશીયા, પરેશભાઇ વિગેરેએ ઉમર્યુ હતું.

આ હડતાળનો સીધો ભોગ રાજ્‍યના લાખો ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો બનશે, જેઓ સરકારી સસ્‍તા અનાજની દુકાનોમાંથી પોતાના હકનું અનાજ મેળવે છે. રેશનીંગ મંડળ અને રાજ્‍ય સરકાર વચ્‍ચે મંત્રણા કયારે શરૂ થાય છે અને આ મડાગાંઠ કયારે ઉકેલાય છે તેના પર સૌની નજર ટકેલી છે.(૨.૨૦)

(2:56 PM IST)