<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

શાપર-વેરાવળ પોલીસે ગૂમ ૧૬ મોબાઇલ ફોન શોધી મુળ માલીકને પરત કર્યા

રાજકોટ,તા. ૩૧:  રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના પોલીસ અધિક્ષક  વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન તથા સુચના અન્‍વયે પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર આર.બી.રાણા શાપર (વે)પો.સ્‍ટે.એ મોબાઈલ ગુમ અરજીઓના કામે ગુમ થયેલ મોબાઈલો શોધી કાઢવા સારૂ ટેકનીકલનું કામ કરતા પોલીસ કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચના આપેલ જે આધારે ગુમ થયેલ મોબાઇલ અરજીઓની તપાસ CEIR પોર્ટલ મારફતે ટેકનીકલ માહીતી મેળવી અલગ-અલગ કુલ-૧૬ મોબાઈલો શોધી કાઢી તેરા તુજકો અર્પણ પ્રોજેક્‍ટ અંતર્ગત મુળ માલીકને પરત કર્યા હતા.

આ કામગીરી શાપર(વે) પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર શ્રી આર.બી.રાણા તથા એ.એ.એસ.આઇ, દિવ્‍યરાજસિંહ સરવૈયા પો હેડ.કોન્‍સ રાજેશભાઇ બાયલ તથા જયદીપસિંહ વાઘેલા તથા દિનેશભાઇ ખાટરીયા તથા જગદીશભાઇ ઝાલા તથા પો.કોન્‍સ. લગધીરસિંહ જાડેજા તથા અલ્‍પેશભાઇ ડામસીયા તથા વિમલભાઇ વેકરીયા તથા મનસુખભાઇ ચૌહાણ તથા દિવ્‍યેશભાઇ શામળા તથા રાજદીપસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામા આવેલ છે.

(2:19 PM IST)