<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સરદાર વલ્લભભાઇ પટેલ જન્‍મજયંતિની ઉજવણી

પ્રતિમાને પુષ્‍પાંજલી, રન ફોર યુનિટી સહિતના કાર્યક્રમો યોજાયા : મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત

રાજકોટ, તા. ૩૧ :  રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે સરદાર વલ્લભભાઇ પટેલની જન્‍મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

પ્રતિમાને પુષ્‍પાંજલી રન ફોર યુનિટી સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

ભાવનગર(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગરમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અખંડ ભારતના શિલ્‍પી લોહ પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્‍મ જયંતી અને રાષ્‍ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો હતો.

આ દોડને કેન્‍દ્રીય રાજ્‍ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા, મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્‍ય  સેજલબેન પંડ્‍યા અને જિલ્લા કલેકટર  ડૉ. મનીષકુમાર બંસલે લીલીઝંડી આપી પ્રસ્‍થાન કરાવ્‍યું હતું. કેન્‍દ્રીય રાજ્‍ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા અને કળષિ મંત્રી  જીતુભાઈ વાઘાણી, ધારાસભ્‍ય શ્રીમતી સેજલબેન પંડ્‍યાએ સમગ્ર રૂટ પર દોડમાં જોડાઈને દોડવીરોનો ઉત્‍સાહ વધાર્યો હતો. દોડના પ્રારંભે ઉપસ્‍થિત સૌએ રાષ્‍ટ્રીય એકતાના શપથ લીધા હતા.

આ રન ફોર યુનિટી કાર્યક્રમનો રુટ રૂપાણી સર્કલ થી ઘોઘા સર્કલ- મહિલા કોલેજ સર્કલ-ક્રેસન્‍ટ સર્કલ-મેઘાણી સર્કલ- ઘોઘા સર્કલ થઈને રૂપાણી સર્કલ સુધી દોડ યોજાઇ હતી. જેમાં રૂપાણી સર્કલે દોડની પૂર્ણાહુતિ થઈ હતી.

રન ફોર યુનિટીમાં શહેરના એન.સી.સી. કેડેટ્‍સ, પોલીસ સ્‍ટાફ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો, આરોગ્‍ય વિભાગના કર્મચારીઓ, રમતવીરો, વિદ્યાર્થીઓ, ફાયર વિભાગના કર્મચારીઓ તથા સૌ નગરજનો જોડાયા હતા.

આ તકે મ્‍યુનિસિપલ કમિશનર  ડૉ.એન. કે. મીના, જિલ્લા વિકાસ અધિકારી  હનુલ ચૌધરી, નગરપાલિકાના પ્રાદેશિક કમિ‘ર  ધવલ પંડ્‍યા સહિતના અધિકારીઓ-પદાધિકારીશ્રીઓ તેમજ કોર્પોરેટરો ઉપસ્‍થિત રહ્યા હતા. 

(11:49 AM IST)