તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st October 2025
બે દિ' પૂર્વે કોડીનારમાં પકડાયેલા દારૂમાં ફરાર ત્રણ મુખ્ય સૂત્રધાર સહિત ૧ર શખ્સની રાજકોટ પોલીસે ધરપકડ કરી
કેન્દ્રશાસિત દીવનું તંત્ર કડક બન્યું છે ત્યારે...દમણથી દરિયાઇ માર્ગે ગુજરાતમાં શરાબ ઘુસાડવાનું ચાલતું મોટું રેકેટ

(અશોક પાઠક દ્વારા) કોડીનાર તારીખ ૩૧: કોડીનારના વેલણ ગામના દરિયાકાંઠા ઉપરથી પકડાયેલ રૂા. ૫.૪૩ નો ૪૪ પેટી શરાબ દમણ થી દરિયાઈ મારફત કોડીનારના દરિયાકાંઠે ઊતર્યો હોવાનું આધારભૂત વર્તુળો માંથી જાણવા મળે છે
વેલણ ગામના લાઈટ હાઉસ પાસેના દરિયાકાંઠેથી ગત તારીખ ૨૭ ના રોજ પોલીસે ૫.૪૩ લાખનો શરાબનો જથ્થો પકડીને ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી પકડાયેલા શખ્સો ના મોબાઈલ કોલ ડિટેલ ઉપર થી કોડીનાર પોલીસે ગીર સોમનાથ જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત જ આ શરાબ કાંડ સાથે સંકળાયેલા અન્ય ૨૦ ઈસમો સામે પણ નામ જોગ ફરિયાદ દાખલ કરી છે.આ કેસમાં ૨૫૬ પેટી દારૂ લઈને નાસી છૂટેલા શખ્સો પૈકી બાર શખ્સો ની રાજકોટ ખાતેથી રાજકોટ એ.ડિવિઝન પોલીસે ઝડપી પાડીને કોડીનાર પોલીસને સોંપી આપ્યા છે પોલીસે ૨૧ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો ૪ શખસો ની ધરપકડ કરી હતી બાકી રહેલા ૧૭ પૈકી ૧૨ શખ્સો ભાગતા હતા તે દરમ્યાન રાજકોટ પોલીસે ધરપકડ કરી કોડીનાર પોલીસને સોંપ્યા છે.
રાજકોટ એ ડિવિઝન પોલીસે મોહસીન ઓસમાણભાઇ હાલાઇ ઉવ.૩૬, નાથાભાઇ લખમણભાઇ સોલંકી ઉવ.૪૦, શેલૈષભાઇ ઉર્ફે બચ્ચો જગુભાઇ કામળીયા ઉવ.૨૮ ,જુબેર હાજીભાઇ પણાવઢુ ઉવ.૨૮., અજય ઉર્ફે જાડી મોહનભાઇ ભરડા ઉવ.૨૪., કલ્પેશ ઉર્ફે કલુ લખમણભાઇ વાજા ઉવ.૩૦ ,અર્જુન લાખાભાઇ રાઠોડ ઉવ.૩૪ મોહીતભાઇ પ્રકાશભાઇ વંશ ઉવ.૨૨ , જયેશભાઇ ભુપતભાઇ રાઠોડ ઉવ.૨૫ , અજયભાઇ ઉર્ફે બકરી બાબુભાઇ કામળીયા ઉવ.૨૯
અરફાન ઉર્ફે જીણી પાડી હારુનભાઈ પાણાવઢુ ઉવ.૨૫ ,સતીષભાઇ અરજણાભાઇ કામળીયા ઉવ.૨૭ , આ તમામ ૧૨ ની ધરપકડ કરી કોડીનાર પોલીસને આજે સોંપ્યા છે હજું આ કેસ માં ૫ જેટલા શખ્સો અને ૩ અજાણ્યા હોડી વાળા પોલીસ પક્કડ થી દૂર હોય જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
પકડાયેલા શખ્સો પૈકી મોહસીન ઓસમાણ હાલાય, નાથા લખમણ સોલંકી, શૈલેષ ઉર્ફે બચ્ચો કામળિયા આ ત્રણ શખ્સો મુખ્ય સૂત્રધાર હોવાનું મનાય છે આ તમામને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે. આ અગાઉ ગત તારીખ ૪ જૂન ના રોજ કોડીનારના મૂળ દ્વારકા બંદરેથી ૮.૫૩ લાખનો શરાબનો જથ્થો પકડાયો હતો. જેમાં પણ ત્રણ શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી. આ બંને સ્થળોએ શરાબ પકડાવાની ઘટનાની અંદર નજર કરીએ તો ગત તારીખ ૪ જૂનના રોજ મૂળ દ્વારકા બંદરે એક હોડીમાં ૩૦૦ પેટી જેટલો દારૂ ઉતાર્યો હતો અને ત્રણ જેટલી બોલેરોમાં આ શરાબ નો જથ્થો રવાના થયો હતો એ વખતે રાત્રિના મૂળ દ્વારકા ગામના કેટલાક યુવાનો ની નજરમાં આ શરાબનું કટીંગ થતું હોવાનું માલુમ પડતા તે સમયે જાણ કરવા છતાં પણ તંત્ર સમયસર આવ્યું ન હતો અને બે ગાડી માલ રવાના થઈ ગયા પછી ત્રીજી ગાડીને કેટલા યુવાનોએ તેને પડકાર્યા હતા અને આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો. બાદ ન છૂટકે કોડીનાર પોલીસ ઘટના સ્થળે આવી હતી અને ૮.૫૩ લાખના શરાબ સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. આ ત્રણ શખ્સો ના પણ વેલણ ખાતે પકડાયેલા શરાબકાંડમાં તેમના નામ ખુલ્યા છે. મોહસીન નામના યુવાને બે બોલેરો ભરીને મોટો જથ્થો શરાબનો કયાંક પણ સગે કર્યો હતો તેનો પત્તો લાગ્યો ન હતો એ જ ઘટનાનું પુઃનરાવર્તન ગત તારીખ ૨૭ ઓક્ટોબરના રોજ કોડીનારના વેલણ ગામ ની લાઈટ હાઉસ ખાતે બની હતી આ વખતે ત્રણ ઇસમો એક હોડીમાં ૩૦૦ પેટી શરાબ લઈ આવે છે અને એ શરાબ ની પેટીઓ બે બોલેરો સહિત ચાર વાહનો માં ભરાય છે આ ચાર વાહનો પકી પૈકી ત્રણ ગાડીમાં ૨૫૬ જેટલી પેટી માલ ભરાઈ ગયા પછી રવાના થઈ ગઈ હતી ચોથી ગાડી માં માલ ભરાયા પછી તે બંધ પડી જવાથી તેને દોરડે બાંધીને અન્ય ગાડીમાં શરાબ નો જથ્થો ફેરવવાની તૈયારી થતી હતી ત્યારે જ પોલીસને બાતમી મળતા તેઓ તુરત જ ઘટના સ્થળે પહોંચીને ૪૪ પેટી શરાબ કિંમત ઈં ૫.૪૩ લાખના મુદ્દા માલ સાથે ત્રણસોની ધરપકડ કરી હતી. પરંતુ આ વખતે પોલીસ પગ વાળીને બેઠી ન હતી અને ત્રણે ઇસમો ની સધન પૂછપરછ કર્યા પછી આ શરાબ કાંડમાં સંડોવાયેલા અન્ય ૨૦ જેટલા શખ્સો અને કઈ ગાડીમાં કોણ કેટલો માલ લઈને રવાના થયા હતા. તેની પકડાયેલા ઇસમો ના મોબાઇલની કોલ ડીટેલ ઉપરથી નાસી છૂટેલા લોકો સામે પણ ફરિયાદ દાખલ કરી હતી જે ગીર સોમનાથ જિલ્લામાં આવી પ્રથમ ઘટના બની છે.
(11:47 AM IST)










