તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th October 2025
કાલે કારડીયા રાજપૂત જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભઃ પ૧૯ છાત્રોને ઇનામો અપાશે
કારડીયા રાજપૂત જ્ઞાતિ સમાજ રજપૂતપરા દ્વારા કાર્યક્રમ

રાજકોટઃ શ્રી કારડીયા રાજપૂત જ્ઞાતિ સમાજ રજપૂતપરા રાજકોટ દ્વારા કારડીયા રાજપૂત સમાજનું ગૌરવ વધારનાર જ્ઞાતિ રત્નોનો સત્કાર સમારંભ તેમજ નવા વર્ષનો સ્નેહ મિલન કાર્યક્રમ કાલે તા. ૩૧ ને શુક્રવાર સાંજે પ થી ૧૦, શ્રી રણછોડદાસ બાપુ કોમ્યુનિટી હોલ, આનંદનગર ખાતે યોજાએલ છે. જેમાં જ્ઞાતિના કુલ પ૧૯ વિદ્યાર્થીઓને ઇનામો આપવામાં આવશે.
આ કાર્યક્રમમાં અતિથી વિષેશ તરીકે વજુભાઇ વાળા (પૂર્વ રાજયપાલ કર્ણાટક) જશાભાઇ બારડ (પૂર્વ પ્રધાન) લક્ષ્મણભાઇ પરમાર (પૂર્વ પ્રધાન), મહેશભાઇ રાજપૂત (મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી ચેરમેન ઓ.બી.સી. ડિપાર્ટમેન્ટ) શિવાભાઇ સોલંકી (પ્રમુખ કોડીનાર નગર પાલીકા), રમેશભાઇ ટીલાળા (ધારાસભ્ય), માધવભાઇ દવે (રાજકોટ શહેર ભાજપ અધ્યક્ષ), ભરતભાઇ બોધરા (પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ), ધનસુખભાઇ ભંડેરી( પૂર્વ ચેરમેન ગુજરાત ફાયનાન્સ બોર્ડ), ગોવિંદભાઇ પટેલ (પૂર્વ ધારાસભ્ય), વિરેન્દ્રસિંહ ઝાલા (શહેર ભાજપ મહામંત્રી) રમેશભાઇ ચૌહાણ (પ્રમુખ શ્રી કા.રા. સમાજ બેડીપરા), ગોવિંદભાઇ પરમાર (પ્રમુખશ્રી કા.રા. સમાજ રામનાથપરા), હિમતસિંહ રાઠોડ (પ્રમુખ કા.રા. સમાજ સતાપર બાંટવા), ભરતસિંહ ખેર (પ્રમુખ કા.રા. સમાજ ગીર સોમનાથ), હરેન્દ્રસિંહ ડોડીયા( પ્રમુખ કા.રા. સમાજ કર્મચારી મંડળ), ભરતસિંહ કે. સોલંકી (પ્રમુખ કા.રા. સમાજ અમદાવાદ પૂર્વ), શ્રીમતી સોનલબેન સેલારા (ચેરમેન મ્યુ. ઝુ એન્ડ બગીચા કમીટી), રાજેશ્રીબેન ડોડીયા (મ્યુ. આરોગ્ય સમીતી) શ્રીમતી રસિલાબેન સાકરીયા (ચેરમેન શિક્ષણ સમિતી), શ્રીમતી દયાબેન સોલંકી (પ્રમુખ વિસાવદર નગર પાલીકા), શ્રીમતી જયશ્રીબેન ડોડીયા (પૂર્વ કોર્પોરેટર), ગંભીરસિંહ પરમાર (પૂર્વ કોર્પોરેટ), અજયસિંહ પરમાર(પૂર્વ કોર્પોરેટર), પ્રવિણભાઇ રાઠોડ (પૂર્વ કોર્પોરેટર), કિશોરભાઇ રાઠોડ (પૂર્વ રાજકોટ શહેર ભાજપ મહામંત્રી) વિગેરે ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કારડીયા રાજપૂત રજપૂતપરા, રાજકોટના પ્રમુખ અરૂણસિંહ સોલંકી, ઉપપ્રમુખ સુરેશભાઇ પરમાર, મંત્રી ગુલાબસિંહ સોલંકી તેમજ સમગ્ર ટ્રસ્ટી મંડળના સભ્યો જહેમત ઉઠાવી રહેલ છે. (તસ્વીરઃ અભીજીત બગથરીયા)
(3:29 PM IST)










