તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Thursday, 30th October 2025
રૈયા ગામે મેલડી માતાજીના તાવા પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ ચાવડા અને કોંગ્રેસ આગેવાનોની ઉપસ્થિતિ
પ્રસાદ ગ્રહણ કરી રાષ્ટ્ર અને સમાજ કલ્યાણ માટે માતાજીને પ્રાર્થના કરી

રાજકોટ : અહીંના રૈયા ગામના યુનિવર્સિટી કેમ્પસ ખાતે બિરાજમાન શ્રી મેલડી માતાજીના મંદિર પરિસરમાં યુવા નેતા અને કોંગ્રેસ સમિતિના ઝોનલ પ્રવકતા રોહિતસિંહ રાજપૂત દ્વારા સંકલ્પરૂપી માતાજીના તાવાની પ્રસાદીનું આયોજન કરાયુ હતુ. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ ચાવડાએ ખાસ હાજરી આપી માતાજીના દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો. આ તકે તેઓએ રોહીતસિંહની માનતા માતાજીએ પૂર્ણ કરી તેમ રાષ્ટ્ર અને સમાજ કલ્યાણ માટેની પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇ, પ્રદેશ કોંગ્રેસના આગેવાનો ડો. હેમાંગભાઇ વસાવડા, ડો. નિદતભાઇ બારોટ, ડો. ધરમભાઇ કાંબલીયા, ડો. ત્રિશાંત ચોટાઇ, અશોકસિંહ વાઘેલા, ભાવેશ બોરીચા, શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ સંજયભાઇ અજુડીયા, મયુરસિંહ પરમાર, રણજીત મુંધવા, કનકસિંહ જાડેજા, કૃષ્ણદત રાવલ, સંજય લાખાણી, હરદીપ રાઠોડ વગેરે સાથે જોડાયા હતા.
(3:24 PM IST)










