તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th October 2025
રાજકોટ મશીનરી ડીલર્સ એસો. દ્વારા પ્લેટીનમ વર્ષની ઉજવણીના ભાગરૂપે તા. ૯ ના સ્નેહમિલનનું આયોજન

રાજકોટ તા. ૩૦ : રાજકોટ મશીનરી ડીલર્સ એસોસીએશન દ્વારા સ્થાપનાના ૭૫ વર્ષની પ્લેટીનીયમ ઉજવણી નૂતન વર્ષ સ્નેહ મિલન સાથે કરવા આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે આ અંગેની વિગતો વર્ણવતા એસોસીએશનના આગેવાનોએ જણાવ્યુ હતુ કે આ સંગઠનની સ્થાપના ૧૯૫૧માં થઇ હતી. સફળતમ ૭૫ વર્ષ પૂર્ણ કર્યા હોય આખુ વર્ષ ૨૦૨૫ પ્લેટીનમ તરીકે મનાવવા સંસ્થાએ નિર્ણય કર્યો છે. જેનો પ્રથમ કાર્યક્રમ નૂતન વર્ષ સ્નેહ મિલનનો તા.૯ ના ‘કેશવમ' કાલાવડ રોડ, કોસ્મોપ્લેકસ સીનેમાની બાજુમાં યોજેલ છે. ભોજન સાથે યોજેલ આ સ્નેહ મિલનનું રજીસ્ટ્રેશન હાલ ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે ગત માર્ચ મહીનામાં એસોસીએશનના સીનીયર સીટીઝન એવા વડીલોની વંદના કરવામાં આવી હતી. જેમાં ૮૦ વર્ષથી મોટી ઉંમરના સભ્યોને શાલ ઓઢાડી, ફુલહાર કરી, સારા પુસ્તકો અને ડ્રાયફ્રુટ પેકેટ, મોમેન્ટો આપી સન્માન કરાયુ હતુ. એજ રીતે મે માસમાં ત્રિવાર્ષિક ચુંટણી યોજી હોદેદારોની બીનહરીફ વરણી કરવામાં આવી હતી. પ્રમુખ જયંતિભાઇ ટીલવા માનદ મંત્રી અશ્વિનભાઇ પટેલ વર્ષોથી સંસ્થાને સધ્ધર અને નિર્વિવાદ રહી દરેકને સાથે રાખી લોકભોગ્ય કાર્ય કરી રહ્યા છે. ગત જુન માસમાં પ્લેટીનમ ઉજવણીને આગળ વધારવા દરેક સભ્યોને ડ્રાયફ્રુટના પેકેટનું વિતરણ કરાયુ હતુ.
આ ઓકટોબર માસ દિવાળી નિમિતે ર૦૨૫ થી ૨૦૨૮ ના તમામ સભ્ય પરિવારને ડ્રાયફ્રુટ ભરેલ પેકેટ પહોંચતા કરાયા હતા. જે લોકો બાકી હોય તેઓએ માનદ મંત્રી અશ્વિનભાઇ પટેલની ઓફીસ પરથી મેળવી લેવા. પાસ વિતરણ તા. ૧ નવેમ્બરથી તા. ૬ નવેમ્બર સાંજે ૭ વાગ્યા સુધીમાં રવિવાર સિવાયના દિવસોમાં પ્રમુખ જયંતિભાઇ ટીલવા, યોગેશ મશીનરી સ્ટોર્સ, ૬-રજપુતપરા, અથવા માનદ મંત્રી અશ્વિનભાઇ પટેલની ઓફીસ માય જીઇસી વિ-બેલ્ટ એન્ડ હાર્ડવેર (ગીતા એન્જી. કોર્પો.વાળા), ગરેડીયા કુવા રોડ રાજકોટ ખાતે સંપર્ક કરવા જણાવેલ છે. સભ્ય પરિવારો પાસેથી બજેટ ૨૦૨૬ ના સુચનો પણ મંગાવવામાં આવ્યા છે. જેથી ડીસેમ્બરમાં અસરકારક રજુઆત કરી શકાય.
આ કાર્યક્રમોને યશસ્વી બનાવવા પ્રમુખ જયંતિભાઇ ટીલવા, માનદમંત્રી અશ્વિનભાઇ પટેલ (મો.૯૮૨૫૧ ૯૫૯૫૫), ઉપપ્રમુખ જીતેન્દ્રકુમાર મહેતા, સહમંત્રી મુકેશભાઇ વડગામા, ટ્રેઝરર પ્રકાશભાઇ કોરડીયા, કારોબારી સભ્ય પિયુષભાઇ પટેલ, પ્રકાશભાઇ અંબાણી, રાકેશભાઇ રૂપારેલ, વિપુલભાઇ કણસાગરા, જીતેશભાઇ પરસાણીયા, વરૂણભાઇ પટેલ, નિલેશભાઇ પનારા, અતુલભાઇ કુવારડીયાએ જહેમત ઉઠાવી હતી.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા રાજકોટ મશીનરી ડીલર્સ એસોસીએશનના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:23 PM IST)










