તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th October 2025
એન.ડી.પી.એસ.ના ગુનામાં બે મહિનાથી ફરાર પ્રમોદ પાસવાને બીહારથી દબોચ્યો
પ્રનગર પોલીસના પીએસઆઈ જે.બી.રાણીંગા તથા ટીમની કામગીરી

રાજકોટ, તા.૩૦: શહેરના પ્રદ્યુમનનગર પોલીસમાં નોંધાયેલ એનડી,ીએસના ગુનામાં બે માસથી નાસતા ફરતા શખ્સને પ્રનગર પોલીસે બીહારથી ઝડપી લીધો હતો.
મળતી વિગત મુજબ શહેરના રૂખડીયાપરામાંથી બે મહિના પહેલા પ્રનગર પોલીસે અગાઉ ૧૬ કિલો ગાંજાના જથ્થા સાથે પાંચ શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે એક શખ્સ ફરાર થઈ ગયો હતો. આ ગુનામાં આરોપીને પકડી પાડવા માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની સૂચનાથી પ્રનગર પોલીસના પીઆઈવીઆર વસાવાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.બી.રાણીંગા સહિતના સ્ટાફે ટેકનીકલ સોર્સની મદદથી વધુ એક આરોપી પ્રમોદ બીહારમાં હોવાની માહિતી મળતા પીએસઆઈ જે.બી.રાણીંગા તથા એએસઆઈ રવીભાઈ વાઘેલા, હેડકોન્સ. જયંતીભાઈ વાવડીયા, અલ્પેશભાઈ વઘેરા, કોન્સ. રશીકભાઈ ધાધલ અને હીતેશગીરી ગોસાઈ સહિતે આરોપી પ્રમોદ અવધેશભાઈ પાસવાન (રહે.ઢેઢુવા ભરારી ગામ, બીહાર)ને ઢેઢુવા ગામમાંથી પકડી લીધો હતો.
(3:22 PM IST)










