<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th October 2025

સગર્ભા કોમલબેન પર પડોશી શોભનાબેને પતિ, પુત્ર, જમાઇ સાથે મળી હુમલો કર્યો

કાલાવડ રોડ આંબેડકરનગરમાં બનાવઃ પડોશી મહિલાને ગાળો બોલવાની ના પાડતાં ડખ્‍ખો : શોભનાબેને પાઇપ, ડાયાભાઇએ લાકડીથી અને મયુરે ઢીકાપાટુનો માર માર્યોઃ જમાઇ અશ્વીને છરી બતાવી કહ્યું-મારી પોલીસમાં પહોંચ છે, કોઇ ગોત્‍યા નહિ જડોઃ તાલુકા પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૩૦: કાલાવડ રોડ આંબેડકરનગરમાં રહેતાં સગર્ભા પરિણીતાને પડોશી મહિલા કારણવગર ગાળો દેતાં હોઇ તેને ગાળો દેવાની ના પાડતાં આ મહિલાએ તેના પતિ, દિકરા, જમાઇ સાથે મળી પાઇપ-લાકડીથી માર મારી તેમજ તેણીના પતિ વચ્‍ચે પડતાં તેને પણ મારકુટ કરી તેમજ મહિલાના જમાઇએ મારી પહોંચ પોલીસમાં છે, તમે ગોત્‍યા નહિ જડો કહી છરી બતાવી ધમકી આપતાં ફરિયાદ થઇ છે. આ બનાવમાં તાલુકા પોલીસે કાલાવડ રોડ જડ્ડુસ ફૂડ ફિલ્‍ડ નજીક આંબેડકરનગર-૫માં રહેતાં કોમલબેન દિનેશભાઇ સોલંકી (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી શોભનાબેન ડાયાભાઇ રાઠોડ, તેણીના પતિ ડાયાભાઇ રાઠોડ, પુત્ર મયુરભાઇ રાઠોડ અને જમાઇ અશ્વીન વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

કોમલબેન સોલંકીએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું મારા પતિ દિનેશ પ્રવિણભાઇ સોલંકી સાથે રહુ છું. સંતાનમાં પાંચ વર્ષની દિકરી છે. મારા સાસુ સસરા અલગ રહે છે. મારા લગ્ન છ વર્ષ પહેલા થયા છે. બપોરે હું અને મારા પતિ દિનેશભાઇ ઘરે હતાં ત્‍યારે હું ડેલી બહાર ઉભી હતી. આ વખતે પડોશી શોભનાબેન રાઠોડ ગાળ બોલતાં હોઇ મેં ગાળો નહિ બોલવા સમજાવતાં તે ઉશ્‍કેરાઇ ગયા હતાં અને વધુ ગાળો બોલવા માંડયા હતાં તેમજ મારી સાથે ઝપાઝપી કરવા માંડયા હતાં.

આ દરમિયાન શોભનાબેન પાઇપ લઇને આવ્‍યા હતાં અને મારા ડાબા પગમાં ઘા ફટકારી દીધો હતો. એ દરમિયાન તેણીના પતિ ડાયાભાઇ, દિકરો મયુર પણ આવી ગયા હતાં. ડાયાભાઇ પાસે લાકડી હતી. તેણે મને વાંસામાં લાકડી ફટકારી દીધી હતી. તેમજ મયુરે ઢીકાપાટા મારતાં હું નીચે બેસી ગઇ હતી. આ દરમિયાન મારા પતિ ઘરમાંથી બહાર આવતાં તેણે ડાયાભાઇને સમજાવ્‍યા હતાં. પણ તેણે મારા પતિને પણ લાકડી ફટકારી દઇ બોલાચાલી કરી હતી. થોડીવારમાં ડાયાભાઇનાો જઇમા અશ્વીન છરી સાથે આવ્‍યો હતો તેણે ‘તમે મને ઓળખતા નથી, મારી પોલીસમાં પહોંચ છે, તમે પોલીસને ઓળખતા નથી, કોઇ ગોત્‍યા નહિ જડો' તેમ કહી મારી નાખવાની ધમકી દઇ મને ઝાપટ મારી દીધી હતી. મારે પ્રેગનન્‍સી હોઇ ચક્કર આવવા માંડતાં પતિએ ૧૦૮ બોલાવી મને સારવાર માટે ખસેડી હતી.

પડોશી શોભનાબેન કારણવગર ઘર પાસે ગાળો બોલતાં હોઇ તેને મેં ગાળો નહિ બોલવા સમજાવતાં પોતાના પતિ, દિકરા, જમાઇ સાથે મળી હુમલો કરી મને અને મારા પતિને પણ માર મારી ધમકી આપી હતી. તેમ વધુમાં કોમલબેને કહેતાં તાલુકા પીઆઇ ડી. એમ. હરીપરાની રાહબરીમાં એએસઆઇ નિલેષભાઇ ચાવડાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નાયબ કલેકટર કક્ષાના

૧પ અધિકારીઓની બદલી

રાજકોટ, તા., ૩૦: સરકારના મહેસુલ વિભાગે નાયબ કલેકટર કક્ષાના ૧પ અધિકારીઓની બદલી કરી છે. સૌરાષ્‍ટ્રને સ્‍પર્શતા ફેરફારો નીચે મુજબ છે.

નામ                               હાલની જગ્‍યા        બદલીની જગ્‍યા

સુશીલ પરમાર                     પ્રાંત અધિકારી મોરબી       સ્‍ટેમ્‍પ ડયુટી જુનાગઢ

પી.ડી.જૈતવત     પ્રિ.સ્‍ક્રુટીની અધિકારી ગાંધીનગર      પ્રાંત અધિકારી મોરબી

આનંદ ઉકાણી                      ચુંટણી શાખા અમરેલી       ડે. મ્‍યુ.કમિશ્નર ખેડા

રશ્‍મિ રાજાવડા  કલેકટર કચેરી રાજકોટ ચુંટણી શાખા મોરબી

(3:22 PM IST)