<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th October 2025

મનપાના વિપક્ષીનેતા વશરામભાઇ સાગઠીયા બિહાર જવા રવાના

કુટુંબા બેઠક (અનામત)ની જવાબદારી ગુજરાત કોંગ્રેસ અનુસૂચિતજાતિ સેલના શીરે

રાજકોટ તા.૩૦: બિહાર વિધાન ચુંટણી જીતવા તમામ રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહયા છે ત્‍યારે બિહારના કુટુંબા બેઠક જે અનુસૂચિત જાતિ માટે અનામત છે તેની જવાબદારી ગુજરાત અનુસુચિતજાતિ સેલને સોંપવામાં આવી છે. આ માટે રાજકોટ મનપાના વિપક્ષનેતા વશરામભાઇ સાગઠિયા સહિતના આગેવાનો બિહાર જવા રવાના થયા છે.

ઓલ ઇન્‍ડિયા કોંગ્રેસ કમિટીના અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્‍ટના ચેરમેન રાજેન્‍દ્ર પાલ ગૌતમ દ્વારા ગુજરાતના અનુસૂચિત જાતિના આગેવાનોને બિહાર વિધાનસભાની ચૂંટણીમાં વિધાનસભા નંબર ૨૨૨ કુટુંબા વિધાનસભા કે જે અનુસૂચિત જાતિ માટે રિઝર્વેશન છે આ રિઝર્વેશન સીટની જવાબદારી ગુજરાત વિધાનસભામાં પૂર્વ મંત્રી ડોક્‍ટર દિનેશભાઈ પરમાર રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, પોરબંદર જિલ્લા પ્રમુખ રામભાઈ મારૂ, સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રામભાઈ સોલંકી, અમદાવાદના મહંત શ્રી સપ્તસંઘ સ્‍વામી હાથ, હાથ જોડોના પ્રદેશના નેતા બીપીનભાઈ રાઠોડ તેમજ સાવન કુમાર પવારને જવાબદારી સોંપવામાં આપવામાં આવી છે. જે આજે બપોરે ૧ વાગ્‍યે બિહાર જવા રવાના થયા છે તેમ વશરામભાઈ સાગઠીયાની યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.

 

(3:06 PM IST)