તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th October 2025
જન્મ-મરણના દાખલા માટે અરજદારોના વલખાં: ૪ મહિનાથી હેરાનગતી
મનપામાં નવા પોર્ટલના કારણે લોકોને ભારે હાલાકી- વારંવાર ધક્કાઃ તંત્ર દ્વારા કલર પ્રિન્ટર ન ખરીદવાની જીદ

રાજકોટ તા.૩૦: મહાનગરપાલિકાના જન્મ-મરણ વિભાગમાં છેલ્લા ૪ માસથી અંધાધૂંધી સર્જાય છે. કેન્દ્ર સરકાર નવા પોર્ટલ ચાલુ થયા બાદ સપ્ટેમ્બર માસ બાદના જન્મ-મરણ સહિતના ડેટાઓ અપલોડ ન થતા અરજદારોમાં દેકારો બોલી ગયો હતો. કેમ કે, કેન્દ્ર સરકારના નવા પોર્ટલના ફોર્મેટમાં ફેરફાર થતા મનપા કચેરીએ કલર કોપી નહિ નીકળતા અરજદારોને ફરજીયાત બહારથી કઢાવવાની ફરજ પાડવામાં આવી રહી છે. મનપા તંત્ર દ્વારા બ્લેક એન્ડ વ્હાઇટ કોપી આપવામાં આવે છે તે અનેક સંસ્થા નહી સ્વિકારતા અરજદારોને ભારે હાલાકી, વારંવાર ધક્કા ખાવા પડે છે.
મહાનગરપાલિકાના જન્મ-મરણ વિભાગમાં છેલ્લા ચાર માસથી આંધાધુંધી સર્જાઇ છે જેનુ મુખ્ય કારણ કેન્દ્ર સરકાર દ્વારા શરૂૂ કરવામાં આવેલા નવા પોર્ટલ ઉપર ડેટા અપલોડ ન થતા દાખલાઓ નીકળતા નથી ૨૦૨૦ પછીની એન્ટ્રી થઇ શકતી હોય ૨૦૨૦ પહેલાના તમામ ડેટાઓ રાજ્ય સરકારના પોર્ટલ મારફતે ઉપલબ્ધ કરાવામાં આવતા હતા. તેમા પણ સુધારા વધારા ન થતાં અંતે તંત્રએ મનપાએ બનાવેલા જૂના પોર્ટલ ઉપર કામગીરી શરૂૂ કરી હવે કેન્દ્ર સરકારના પોર્ટલ ઉપર ૨૦૨૫ પછીના તથા રાજ્ય સરકારના પોર્ટલ ઉપર ૨૦૨૦ પહેલા અને સુધારા વધારા માટેના મહાનગરપાલિકાના પોર્ટલ ઉપર કામગીરી શરૂૂ કરી છે. જેના માટે અરજદારોને સપ્તાહમાં બે-બે દિવસનો સમય ફાળવી વારા કાઢવામાં આવી રહ્યો હતો. નવા ફોર્મેટના કારણે મરણના દાખલાઓની કોપી કલર ન નીકળતા હવે ઓનલાઇન દાખલો કાઢવો તેવી સૂચના અરજદારોને આપવામાં આવી રહી છે. અને અરજદારો ત્રાહીમામ પોકારી ઉઠયા છે.
જન્મ-મરણ વિભાગમાં વર્ષોથી મનપાએ બનાવેલ પોર્ટલ ઉપર કામગીરી થતી હતી. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા નવુ પોર્ટલ તૈયારી કરી તમામ પાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં આ પોર્ટલને કાર્યરત કરવાની સૂચના આપવામાં આવેલ જેના લીધે મનપાના પોર્ટલનો તમામ ડેટા રાજ્ય સરકારના પોર્ટલમાં અપલોડ કરવામાં આવ્યો અને કામગીરી સરફળતાથી ચાલતી હતી. ત્યારે કેન્દ્ર સરકારે નવો સીઆરએસ પોર્ટલ તૈયાર કરી આ પોર્ટલ પર જન્મ-મરણ વિભાગની કામગીરી કરવાના આદેશ આપ્યા હતા. તા.૧ સપ્ટેમ્બર થી આ પોર્ટલ કાર્યરત થયેલ પરંતુ ૨૦૨૦ પહેલાનો તમામ ડેટા આ પોર્ટલ ઉપર અપલોડ ન થતા જન્મ-મરણ વિભાગમાં અરજદારોની લાઇનો લાગતા તંત્રએ આ મુદ્દે સરકારમાં રજૂઆત કરેલ છતાં ચાર માસથી જન્મ-મરણ વિભાગમાં આંધાધુંધી માહોલ જોવા મળી રહ્યો હતો. આથી સરકારે રાજકોટ સહિતની મહાનગરપાલિકાઓને રાજ્ય સરકારે શરૂૂ કરેલ જૂનુ પોર્ટલ એચવીઇ શરૂૂ કરવાની સૂચના આપી હતી. જેના લીધે મહાનગરપાલિકાએ ત્રણેય પોર્ટલ પર બે-બે દિવસ કામગીરી થઇ શકે તેવુ ટાઇમ ટેબલ જાહેર કર્યુ હતું છતાં સપ્ટેમ્બર માસ બાદના તમામ ડેટાઓ પોર્ટલ ઉતર અપલોટ થતા ન હતા હોસ્પિટલો દ્વારા બે-બે વખત એન્ટ્રી કરવા છતા પોર્ટલ પરથી દાખલાઓ ન નીકળતા હવે મરણ જનાર વ્યકિતના સંબંધીએ ઇમેલ આઇડી આપેલ હોય તેના પર દાખલાની પીડીએફ મોકલી ઓનલાઇન દાખલા કાઢવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તેમ જાણવા મળેલ છે.(૨.૧૮)
(3:04 PM IST)










