તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th October 2025
ઘંટેશ્વર વિસ્તારની યુ.પી.ની ૧૪ વર્ષની સગીરાનું અપહરણ
સગીરાના પિતાએ ગાંધીગ્રામ પોલીસમાં ફરીયાદ નોંધાવી

રાજકોટ, તા. ૩૦ : જામનગર રોડ ઘંટેશ્વર વિસ્તારમાં રહેતી ઉત્તરપ્રદેશની સગીરાને અજાણ્યો શખ્સ ભગાડી જતા ગાંધીગ્રામ પોલીસમાં ફરીયાદ થઇ છે. મળતી વિગત મુજબ ઉત્તરપ્રદેશની વતની હાલ રાજકોટ-જામનગર રોડ પર ઘંટેશ્વર વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષની સગીરા ગત તા. ૧૯/૬ ના રોજ પોતાના ઘરેથી નીકળ્યા બાદ પરત ન આવતા તેના પિતા સહિતના પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તેનો કોઇ પત્તો ન લાગતા તેના પિતાએ ગાંધીગ્રામ પોલીસમાં જાણ કરતા પોલીસે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ અપહરણની કલમ હેઠળ ગુનો નોંધી પીએસઆઇ પી.બી. વારોતરીયાએ તપાસ હાથ ધરી છે.
(3:03 PM IST)










