<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th October 2025

ત્રણ બહેનના એક જ ભાઇ વંથલી ટીનમસના દિનેશભાઇનું રાજકોટમાં હૃદય બેસી જતાં મોત

કોઠારીયા સોલવન્‍ટ સિતારામ સોસાયટીમાં બનાવ

 

 

રાજકોટ તા. ૩૦: કોઠારીયા સોલવન્‍ટની સિતારામ સોસાયટીમાં રહેતાંમુળ વંથલીના ટીનમસ ગામના દિનેશભાઇ મંગાભાઇ સોંદરવા (ઉ.વ.૪૫) વહેલી સવારે ચારેક વાગ્‍યે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવારમાં દમ તોડી દીધો હતો.

બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા સહિતે કરતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનારા દિનેશભાઇ ત્રણ બહેનના એકના એક નાના ભાઇ હતાં. તેઓ મુળવંથલી ટીનમસના વતની હતાં અને હાલ રાજકોટ રહી કારખાનામાં મજૂરી કરતાં હતાં. સંતાનમાં બે દિકરા છે. હાર્ટએટેક આવી ગયાનું પરિવારજનોએ કહ્યું હતું.

(12:19 PM IST)