<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th October 2025

સંત કંવરરામ સાહેબજીના શહિદદિન નિમિતે શનિવારે જંકશનમાં ભાવવંદના

રાજકોટ તા. ૩૦ : અમર શહિદ સંત શ્રી કંવરરામ સાહેબજીનો ૮૬મો શહિદ દિવસ તા. ૧ ના શનિવારે ઉજવાશે. આ નિમિતે જંકશન પ્‍લોટ ખાતે ભાવવંદનાનો કાર્યક્રમ યોજેલ છે.

શ્રી આંબલીયા હનુમાન મંદિર, સંત શ્રી કંવરરામ શોપીંગ સેન્‍ટરની બાજુમાં તા. ૧ ના શનિવારે સવારે ૯ થી ૧૧ આયોજીત આ કાર્યક્‍મનું દીપપ્રાગટય સાંઇ ભરતલાલ સાહેબ અને સંતોના હસ્‍તે કરાશે. ધારાસભ્‍યો સહીત વિવિધ ક્ષેત્રના મહાનુભાવોને નિમંત્રિત કરાયા છે.

કાર્યક્રમને સફળ બનાવવા મુખ્‍ય આયોજક દિલીપ એમ. ચાવલા (મો.૮૨૩૮૨ ૨૦૫૨૬)ના નેતૃત્‍વહેઠળ રોનક ગ્રુપ નરેશભાઇ કુઢલાણી, બાલાજી મંડપવાળા જગદીશભાઇ ઉર્ફે જગાભાઇ,  જુલેલાલ મ્‍યુઝીકવાળા ઉત્તમભાઇ વનવાણી, રાજાભાઇ વનવાણી, પરસોતમભાઇ પમનાણી, ગંગા જનરલ સ્‍ટોરવાળા પ્રકાશભાઇ લોકવાણી, કમલેશભાઇ ઉર્ફે ટીન્‍કુભાઇ નેભાણી, હિતેષભાઇ મોટવાણી ઉર્ફે કાળુભાઇ, એડવોકેટ દુર્ગેશભાઇ ધનકાણી, જય અંબે ડેરીવાળા પપુભાઇ બજાજ વગેરે સહયોગી બનેલ છે.તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા નેશભાઇ કુઢલાણી, જગદીશભાઇ, રાજાભાઇ વનવાણી, પરસોતમભાઇ પમનાણી, ટીન્‍કુભાઇ નેભાણી નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા) 

(3:11 PM IST)