<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

જેલહવાલે રહેલા ગંજીવાડાના દેવરાજની નિવૃત બેંક મેનેજર સાથે પણ નોકરીના નામે ૮.૨૯ લાખની ઠગાઇ

અગાઉ યુવતિને નોકરીની લાલચ આપી દૂષ્‍કર્મ આચરતાં પ્ર.નગરમાં ગુનો દાખલ થયો હતો : રેલનગરમાં રહેતાં એસબીઆઇના નિવૃત મેનેજર જગદીશભાઇ ચોૈહાણનો દિકરો સીજીએસટીમાં કોન્‍ટ્રાક્‍ટ બેઝ પર હોઇ તેને કાયમી કરી આપવાના નામે કટકે-કટકે નાણા પડાવી લીધાઃ છેલ્લે ફોન કરી કહ્યું-હમણાં હું માઠા કામમાં છું તો ફોન નહિ લાગેઃ પણ જગદીશભાઇએ તપાસ કરતાં આ શખ્‍સ જેલમાં હોવાની ખબર પડી : અગાઉ દૂષ્‍કર્મનો ગુનો પ્ર.નગરમાં નોંધાયો ત્‍યારે પણ તે યુનિવર્સિટીના ગુનામાં જેલમાં હતોઃ હવે ત્રીજા ગુનામાં ગાંધીગ્રામ પોલીસ કરશે ધરપકડ

રાજકોટ તા. ૨૯: અગાઉ એક યુવતિને નોકરીની લાલચ આપી દૂષ્‍કર્મ આચરનારા અને હાલ જેલહવાલે રહેલા દૂધની ડેરી પાસે ગંજીવાડામાં રહેતાં દેવરાજ ગોહિલ નામના શખ્‍સે રેલનગરમાં રહેતાં એસબીઆઇના નિવૃત મેનેજર સાથે રૂા. ૮ લાખ ૨૯ હજારની ઠગાઇ કરતાં ગુનો નોંધાયો છે. નિવૃત મેનેજર અગાઉ બેંકમાં ફરજ પર હતાં ત્‍યારે દેવરાજે તેમનો સંપર્ક કરી પોતે એસીબીમાં નોકરી કરે છે, તમારા દિકરાએ સીજીએસટી વિભાગમાં કોન્‍ટ્રાક્‍ટ બેઝ પર છે તેને કાયમી નોકરી કરાવી દઇશ તેમ કહી કટકે કટકે રકમ પડાવી લીધી હતી. છેલ્લે બોગલ કોલ લેટર બતાવી ઓફિસની મંડળીના સભ્‍ય બનાવવાના નામે પણ ૫૫ હજાર લઇ લીધા હતાં. આ પછી દેવરાજે હવે મારો ફોન ન લાગે તો ચિંતા ન કરતાં તમારા દિકરાનું કામ થઇ ગયું છે કહી ફોન ઉપાડવાનું બંધ કર્યુ હતું. તપાસ થતાં તે જેલમાં હોવાની ખબર પડતાં છેતરપીંડી થયાનું જણાયું હતું.

આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે ન્‍યુ રેલનગર શિવાલય ચોક પાછળ મેરીગોલ્‍ડ હાઇટ્‍સની પાછળ મધુવન બંગ્‍લોઝ શ્રીકુળદેવી કૃપા ખાતે રહેતાં નિવૃત બેંક મેનેજર જગદીશભાઇ બટુકભાઇ ચોૈહાણ (ઉ.વ.૬૧) નામના વૃધ્‍ધની ફરિયાદ પરથી એચજે સ્‍ટીલ પાછળ ગંજીવાડા-૯માં રહેતાં અને હાલ જેલહવાલે દેવરાજ વાલજીભાઇ ગોહિલ વિરૂધ્‍ધ ઠગાઇનો ગુનો નોંધ્‍યો છે. જગદીશભાઇ ચોૈહાણ નિવૃત જીવન જીવે છે અને પરિવારજનો સાથે રહે છે. જગદીશભાઇએ જણાવ્‍યું છે કે દસ વર્ષ પહેલા હું જીમખાના એસબીઆઇ બેંકમાં સિનીયર હેડ મેનેજર તરીકે કામ કરતો હતો. તે વખતે અમારી બ્રાંચમાં દેવરાજ ગોહિલ કરીને એક ભાઇ ઘણીવાર પૈસા જમા કરાવવા આવતાં હતાં જેથી તેની સાથે મારી ઓળખાણ થઇ હતી. એ પછી અમારી વચ્‍ચે વાતચીતનો વ્‍યવહાર ચાલુ થયો હતો. તેણે મને કહેલું કે તે એસીબીમાં નોકરી કરે છે.

 બાદમાં ૨૦૨૦માં જલારામ-૨ યુનિવર્સિટી બ્રાંચમાં મારી બદલી થઇ હતી.

એ પછી ૨૦૨૪માં જયરાજ મને મળવા યુનિવર્સિટી બ્રાંચની એસબીઆઇની ઓફિસે આવ્‍યો હતો. તેની સાથે બહેરીનના કોઇ વ્‍યક્‍તિ હોઇ તેના પૈસા ઉપાડવા માટે તે સાથે આવેલ. પૈસા લઇ તે થોડી  વાતચીત કરી નીકળી ગયેલ. થોડા દિવસ પછી ફરીથી દેવરાજ એ જ બહેરનની પાર્ટીના પૈસા ઉપાડવા આવેલ અને આ વખતે ઘણી વાતો કરી હતી. આ વખતે અમે બંને ચાણાણી પીવા બહાર ગયા હતાં. ત્‍યારે દેવરાજે મને પુછેલ કે તમારો દિકરો શેમાં નોકરી કરે છે? જેથી મેં કહેલુ કે મારો દિકરો જયપાલ સીજીએસટીમાં કોન્‍ટ્રાક્‍ટ બેઝ પર કામ કરે છે.

આથી દેવરાજે કહેલું કે તમારા દિકરાને કાયમી કરાવવો હતો તો રૂપિયા આઠેક લાખ સુધીનો ખર્ચ થશે. જેથી મેં તેને હા પાડી હતી. ત્‍યારબાદ દેવરાજે મારા દિકરાને સીજીએસટીમાં કાયમી કરવા માટે મારી પાસે કટકે કટકે રૂપિયા લીધા હતાં. આ રીતે મેં કુલ ૮,૨૯,૨૪૧ ઓનલાઇન અને રોકડેથી તેને આપ્‍યા હતાં. મેં ૨૫/૯/૨૪ના રોજ ૫૦ હજાર બેંક મારફત, ૫૦ હજાર રોકડા, ૨૬/૯/૨૪ના રોજ ૧૫ હજાર રોકડા, ૨૭/૯/૨૪ના રોજ ૧,૮૫,૦૦૦ રોકાડ, ૮/૧૦/૨૪ના રોજ ૧૫ હજાર રોકાડ, ૧૭/૧૦ના રોજ ૨ લાખ રોકડા, ૨૮/૧૧ના ૩૦૦૦ ઓનલાઇન, ૨/૧૨ના રોજ ૩૦૦૦ ઓનલાઇન ટ્રાન્‍સફર કરીને તેને આપ્‍યા હતાં.

આ ઉપરાંત ૬/૧૨ના રોજ ૪૯૯૯ ઓનલાઇન, ૧૪/૧૨ના ૧૦ હજાર ઓનલાઇન, ૨૬/૧૨ના ૫૦૦૦ ૩/૧ના ૫૦૦૦ રોકડેથી, ૪/૧/૨૫ના રોજ ૧૫ હજાર રોકડા, એ પછી ૬૦૦૦ ઓનલાઇન, ત્‍યારબાદ ૧૦૦૦ ઓનલાઇન, ૧૯૯૯ ઓનલાઇન, ૧ રૂપિયો ઓનલાઇન, ૨૦૦૦, ૧૫૦૦, ૧૯૯૯, ૨-૨ હજાર પાંચ વખત ઓનલાઇન તેમજ ૯૯૯૯ ઓનલાઇન અને છેલ્લે ૧૮/૮/૨૫ના રોજ ૨૦૦૦ ઓનલાઇન અને ૫૫૦૦૦ રોકડા યુનિયન ફી ભરવા માટે આપ્‍યા હતાં. તેમજ એ પછી ૧૦૦૦, ૨૦૦૦ અને ૧૫૦૦ રોકડેથી લઇ ગયો હતો. આ રીતે એકતાલીસ વખત કટકે કટકે કરીને મેં કુલ ૮,૨૯,૨૪૧ તેને આપી દીધા છે.

આટલી રકમ મેં આપ્‍યા પછી દેવરાજે મને કહેલું કે હવે તમારા દિકરાનું બધું કામ થઇ ગયું છે, ચાર મહિનામાં કાયમી નોકરીનો કોલ લેટર આવી જશે. થોડા સમય બાદ દેવરાજે મારા દિકરાના નામનો સીજીએસટીનો કોલ લેટર બતાવ્‍યો હતો અને કહેલું કે તમારા દિકરાનો લેટર નીકળી ગયો છે, હવે તેને ઓફિસની મંડળીમાં સભ્‍ય બનવું પડશે અને તેની ડિપોઝીટ જમા કરાવવી પડશે. તેમ કહી છેલ્લે ૫૫ હજાર માંગ્‍યા હતાં. આ રકમ પણ મેં તેને આપી દીધી હતી. એ પછી ૧૪/૮/૨૫ના રોજ દેવરાજે મને ફનો કરી કહેલું કે હું હમણા માઠા પ્રસંગમાં  છું એટલે ફોન ન લાગે તો ચિંતા ન કરતાં. તમારા દિકરાની બધી પ્રોસેસ થઇ ગઇ છે, ઓર્ડર તમને થોડા દિવસમાં મળી જશે.

પરંતુ પંદર દિવસ પછી મેં અને મારા દિકરા જયપાલે દેવરાજનો ફોન પર સંપર્ક કરવા પ્રયાસ કરતાં ફોન લાગ્‍યો નહોતો. બીજા એક નંબર પર મારા દિકરાએ ફોન કરતાં દેવરાજના દિકરા આદિત્‍યએ ફોન ઉપાડયો હતો અને તેણે કહેલું કે-હાલ મારા પપ્‍પા ઘરે નથી, એ પછી તેણે તેના દાદા વાલજીભાઇને ફોન આપી દીધો હતો. વાલજીભાઇએ વાત કરી જણાવેલુ કે હાલ મારો દિકરો દેવરાજ જેલમાં છે. એ છુટે ત્‍યારે વાત કરાવીશ. આ રીતે દેવરાજે મારા દિકરાને સીજીએસટીમાં કાયમી નોકરી અપાવવાની લાલચ આપી મારી પાસેથી ૮,૨૯,૨૪૧ રૂપિયા લઇ લીધા હોઇ અને નોકરી કરાવી આપી ન હોઇ તેમજ રૂપિયા પણ પાછા આપ્‍યા ન હોઇ તેણે છેતરપીંડી કર્યાનું જણાતાં મેં પોલીસને જાણ કરી હતી. તેમ વધુમાં જગદીશભાઇ ચોૈહાણે જણાવતાં ગાંધીગ્રામ પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં એએસઆઇ એન. એચ. જાળીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે દેવરાજે અગાઉ એક યુવતિને પણ નોકરીની લાલચ આપી તેની સાથે વારંવારં દૂષ્‍કર્મ આચર્યાનો ગુનો પ્ર.નગર પોલીસમાં દાખલ થયો હતો. તે વખતે પણ તે યુનિવર્સિટીના એક ગુનામાં જેલમાં હતો. હાલ તે જેલમાં હોઇ ઠગાઇનો વધુ એક ગુનો દાખલ થતાં જેલમાંથી કબ્‍જો મેળવવા તજવીજ કરવામાં આવશે.

(4:01 PM IST)