<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

જસદણના ઇશ્વરીયા ગામે શનિવારે પાડલીયા પરિવારનું સ્‍નેહમીલન-હવન-વિદ્યાર્થી સન્‍માન

રાજકોટઃ  રાજયના અલગ અલગ વિસ્‍તારોમાં સ્‍થાયી થયેલ પાડલીયા (વાણંદ) પરિવાર દ્વારા દર વર્ષે પરિવારના ચાર દેવસ્‍થાન પૈકી એક દેવસ્‍થાનમાં હવનોત્‍સવનું ભવ્‍ય આયોજન કરવામાં આવે છે. સાથો સાથ પાડલીયા પરિવારમાં એકતા કેળવાય-શૈક્ષણિકક્ષેત્રે પરિવારના બાળકોમાં જાગૃતતા લાવવા શૈક્ષણિક સન્‍માનનું પણ આયોજન કરવામાં આવતું હોવાનું પાડલીયા પરિવાર યુવા ગ્રુપ જણાવાયું છે.

પરિવારમાં વર્ષોથી ચાલી આવતી અંધશ્રધ્‍ધાઓ કુરિવાજો અને વ્‍યસનો ત્‍યજી  મૂલ્‍ય નિષ્‍ઠ શિક્ષણનો વ્‍યાપ વધારવામાં જાગૃતતા કેળવાય આવા શુભ વિચારોને સાર્થક કરવા પરિવારનું સ્‍નેહમિલન ઇશ્વરીયા (તા. જસદણ) ખાતે તા. ૧/૧૧/ર૦રપ ના રોજ યોજાય રહયુ છે. પરિવારના ૧ર૦ જેટલા વિદ્યાર્થીઓનું શિલ્‍ડ-નોટબુકો અર્પણ કરી સન્‍માનીત કરવામાં આવશે.

આયોજનને સફળ બનાવવા રાકેશભાઇ પાડલીયા, કાંતિલાલ પાડલીયા,, વિવેકભાઇ પાડલીયા, દીવ્‍યાંગભાઇ પાડલીયા, દીલીપભાઇ પાડલીયા, અક્ષયભાઇ પાડલીયા, ભરતભાઇ પાડલીયા, નિતિનભાઇ પાડલીયા, શૈલેષભાઇ પાડલીયા, ગીરીશભાઇ પાડલીયા,અમીતભાઇ પાડલીયા, દિપકભાઇ પાડલીયા  જહેમત ઉઠાવી રહયા છે. (તસ્‍ વીર : અભિજીત બગથરીયા)  

(11:22 AM IST)