<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

સૌરાષ્‍ટ્ર અને ભાવનગર યુનિવર્સિટીના મેડીકલ સ્‍ટુડન્‍ટને રાહત

રાજય બહાર એડમીશન લેવામાં પડતી તકલીફનું રાજયનાં તત્‍કાલીન આરોગ્‍યમંત્રી અને રાજકોટનાં ધારાસભ્‍ય ડો. દર્શિતાબહેન શાહનાં માધ્‍યમથી નિરાકરણ આવ્‍યું

રાજકોટ તા. ર૮: સૌરાષ્‍ટ્ર અને ભાવનગર યુનિવર્સિટીનાં મેડીકલમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓને રાજય બહાર પોસ્‍ટ ગ્રેજયુએશન અભ્‍યાસક્રમમાં એડમીશન લેવામાં તકલીફ ઉભી થતી હતી રાજય સરકારનાં એક પરિપત્ર મુજબ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીનાં સ્‍ટુડન્‍ટને બહાર અભ્‍યાસક્રમમાં જવા માટે જરૂરી માયગ્રેશન સર્ટીફીકેટ તથા બોન્‍ડ એકસ્‍ટેશન સર્ટીફીકેટ મેળવવામાં તકલીફ થતી હતી.

આથી સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓએ આ બાબતની રજુઆત રાજકોટનાં ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહને કરતા તેમણે આ બાબતની સત્‍યતા ચકાસીને પૂર્ણ રસ લઇને રાજય સરકારના પ્રિન્‍સીપલ સેક્રેટરી તથા તત્‍કાલીન આરોગ્‍ય મંત્રી ઋષિકેશભાઇ પટેલને રજુઆત કરી સાથે રહીને આ બાબતમાં ઘટતું કરવા અપીલ કરી હતી.

આ માટે તત્‍કાલીન આરોગ્‍ય મંત્રી  શ્રી ઋષિકેશભાઇ પટેલ, ડો. દર્શિતાબેન તથા સેક્રેટરીએ પુરતી તપાસ કરીને જરૂરી સર્ટીફીકેટ માટે રાજય સરકારની દરમ્‍યાનગીરીથી આ પ્રશ્‍ન ઉઠવ્‍યો છે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીનાં મેડીકલનાં વિદ્યાર્થીને હવે રાજયબહાર એડમીશન લેવામાં તકલીફ નહીં પડે તેથી વિદ્યાર્થીમાં આનંદની લાગણી પ્રસરી છે.

આ માટે જામનગર તથા રાજકોટ મેડીકલ કોલેજનાં ડીનશ્રી એ પણ સારી રીતે રજુઆત રાજય સરકારને કરી હતી. 

(4:18 PM IST)