તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th October 2025
રાજકોટ સ્ટેશન પર પોરબંદર-દિલ્હી ટ્રેનમાંથી ઓટો બ્રોકર પિસ્તોલ સાથે ઝડપાઇ ગયો
રેલ્વે એલસીબીના પીએસઆઇ જે. એમ. પરમાર અને ટીમની કાર્યવાહીઃ દિલ્હીના શખ્સે શા માટે પિસ્તોલ રાખી હતી? તેની તપાસ

રાજકોટ તા. ૨૮: જંકશન રેલ્વે સ્ટેશન પર પોરબંદર-દિલ્હી એક્સપ્રેસ ટ્રેનમાંથી રેલ્વે એસઓજી અને રેલ્વે એલસીબીની ટીમે પિસ્તોલ સાથે ઓટો બ્રોકરને પકડી લીધો છે.
જાણવા મળ્યા મુજબ રાજકોટ રેલ્વે એલસીબીના પીએસઆઇ જયેન્દ્રસિંહ એમ. પરમારની રાહબરીમાં એલસીબી, એસઓજીની ટીમ રેલ્વે સ્ટેશને ચેકીંગમાં હતી ત્યારે દિલ્હી-પોરબંદર એક્સપ્રેસ ટ્રેન રાજકોટ સ્ટેશન પર આવતાં તેમાં તપાસ દરમિયાન એક શખ્સ શંકાસ્પદ જણાતાં તેની જડતી કરતાં તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી. પુછતાછમાં પોતાનું નામ ઇન્દ્રપાલ સુરેન્દ્રપાલ નેગી (ઉ.વ.૩૫) હોવાનું અને પોતે દિલ્હીનો રહેવાસી હોવાનું કહ્યું હતું. આ શખ્સ ઓટો બ્રોકર તરીકે કામ કરી રહ્યો છે. તે ક્યાં જતો હતો? પિસ્તોલ શા માટે સાથે રાખી હતી? પોરબંદર તરફ જતો હતો કે પછી રાજકોટ અન્ય કામે આવ્યો હતો? તેની તપાસ થઇ રહી છે.
પીએસઆઇ જયેન્દ્રસિંહ મહોબ્બતસિંહ પરમાર, રાઇટર બળભદ્રસિંહ, હેડકોન્સ. સિધ્ધરાજસિંહ, હીતુભા, જયવીરસિંહ સહિતે આ કામગીરી કરી હતી. (૧૪.૯)
(3:17 PM IST)










