<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

ડો.દિલિપસિંહ પી.બારડનું ગરિમાપૂર્ણ સન્‍માન

 

રાજકોટઃ મહારાજા કળષ્‍ણ કુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના અધ્‍યક્ષ  ડો. દિલિપસિંહ બારડનું ગુજરાત રાજ્‍યમાં અંગ્રેજી વિષયના સૌપ્રથમ સિનિયર પ્રોફેસર તરીકેની બઢતીના  પ્રસંગે ગરિમાપૂર્ણ સન્‍માન કરવામાં આવ્‍યું. આ સન્‍માન સમારોહમાં તેમના વિદ્યાર્થીઓ, સહકર્મીઓ અને વરિષ્ઠ અધ્‍યાપકો ઉપસ્‍થિત રહ્યા.આ પ્રસંગે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી કેમ્‍પસ પર અંગ્રેજી ભવનના  ડો. જયદીપસિંહ ડોડીયા, માતુશ્રી વીરબાઈ મહિલા કોલેજના ડો. ઇરોસ વાજા તથા વિરાણી સાયન્‍સ કોલેજના ડો. નિહારિકા રાવત દ્વારા ડો. બારડને શાલ ઓઢાડી, સ્‍મળતિ ચિન્‍હ આપી અને શુભેચ્‍છાઓ પાઠવીને સન્‍માનિત કરવામાં આવ્‍યા.ડો. બારડે દાયકાઓથી શિક્ષણક્ષેત્રે કરેલા યોગદાન, નવા અભિગમો અને સંસ્‍થાના વિકાસ માટેની કામગીરી દ્વારા અસંખ્‍ય વિદ્યાર્થીઓ અને સહકર્મીઓ માટે માર્ગદર્શક અને પ્રરણાસ્‍ત્રોતની ભૂમિકા નિભાવી છે. તેમની નિષ્ઠા, શિસ્‍તભર્યું વર્તન અને સાહિત્‍યપ્રેમી દૃષ્ટિ તેમની વિશિષ્ટ ઓળખ છે.

(3:01 PM IST)