<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

બાપાસીતારામ ચોક પાસે કાર અને કુચીયાદડ પાસે ટ્રકમાં આગ

 

રાજકોટ,તા.૨૮: દોઢસો ફૂટ રીંગરોડ પર બાપાસીતારામ ચોક પાસે ન્‍યારા ગામના કોન્‍ટ્રકટરની ક્રેટા કાર અને કુચીયાદડ પાસે ટેઇલરમાં આગ લાગતા પોલીસમાં જાણ કરવામાં આવી છે.

મળતી વિગત મુજબ પડધરીના ન્‍યારા ગામમાં રહેતા કોન્‍ટ્રાકટર હાર્દિકભાઇ વિનોદભાઇ લુણાગરીયા (ઉ.વ.૨૭) ગઇકાલે પોતાની ક્રેટા કાર લઇને ગોંડલરોડ ચોકડીએથી પોતાના ઘરે જતા હતા ત્‍યારે બાપાસીતારામ ચોક પાસે આલાપ રેસીડેન્‍સીના ગેઇટ પાસે પહોંચતા કારમાં આગ લાગતા ચાલક હાર્દિકભાઇએ કાર સાઇડમાં રાખી તુરતજ કારમાંથી ઉતરી ગયા હતા. આગમાં કારનો આગળનો ભાગ બળી જતા તેમાં અંદાજે રૂા.૬ લાખનું નુકસાન થયુ હોવાનું કારમાલીકે જણાવાયુ છે. તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથધરી છે.જયારે બીજા બનાવમાં રાજસ્‍થાનના બાડમેર તાલુકાના જાખડોકી ગામમાં રહેતા ઠાકરારામ ભોજારામ જાટ ગત તા. ૨૧ના રોજ પોતાનું ટેઇલર ટ્રક લઇને કુચીયાદડ ગામ પાસે આવેલી એક હોટલના પાર્કિગમાં પાર્ક કરીને હોટલમાં જમવા માટે ગયા હતા. જમીને પરત આવતા ટેઇલરનો આગળનો ભાગ સળગતો જોઇ બુંમો પાડતા આસપાસના લોકો દોડી આવ્‍યા હતા. અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી આગમાં ટેઇલરની ડાબી બાજુનો ભાગ બળી ગયો હતો. આ અંગે એરપોર્ટ પોલીસમાં જાણ કરવામાં આવી હતી.

(2:44 PM IST)