તા. ૧૭ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર વદ – ૧૫ શુક્રવાર
News of Tuesday, 28th October 2025
ધ નોટરી એમેન્ડમેન્ટસ રૂલ્સ ૨૦૨૫ને આવકારતું રાજકોટ ડિસ્ટ્રીકટ બાર એસોસિએશન
કેન્દ્ર સરકાર અને ડિસ્ટ્રીકટ બાર એસોસિયેશનની વધુ એક નવા વર્ષની વકિલોને ભેટ

રાજકોટ, તા. ૨૮: કેન્દ્ર સરકારે જે વકિલશ્રીઓએ નોટરી માટે અરજી કરી ઈન્ટરવ્યુ આપેલ હોય તેવા તમામ વકિલોને નોટરી તરીકે પસંદ કર્યા બાદ ગુજરાત સરકારના નોટરી સેલ દ્વારા ગુજરાત સરકારનાં નોટરી માટે ગુજરાત ભરના વકિલોએ ઈન્ટરવ્યુ આપેલ તેવા વકિલોમાંથી માત્ર ૧૫૧૮ વકિલોની પસંદગી કરેલ તે સમયે વકિલોમા થયેલ નારાજગી દુર કરવા માટે સદાય વકિલો, સર્વ સમાજને માટે કાર્ય કરતા વકિલોના સંગઠન ડિસ્ટ્રીકટ બાર એસોસિયેશન દ્વારા કેન્દ્ર સરકારને નોટરીઓની નિમણુંક બાબતે યોગ્ય કરી ઠોસ પગલાંઓ લેવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રિય ગળહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ સહિત સૌના સતત સંકલનમાં રહીને રજુઆત કરતા ધી નોટરીઝ રૂલ્સમાં સુધારા ધી નોટરીઝ સુધારા રૂલ્સ-૨૦૨૫ થી તા.૧૭-૧૦-૨૦૨૫ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા ધી નોટરી એક્ટ તથા ધી નોટરી રૂલ્સમાં સુધારો કરી ગુજરાતમાં ૬૦૦૦, તામિલનાડુમાં ૩,૫૦૦, રાજસ્થાનમાં ૩,૦૦૦/-, નાગાલેન્ડમા ૪૦૦ નોટરીઓની નિમણુંકની જોગવાઈ કરી તે સંબંધે સુધારો કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આ સંબંધમાં કેન્દ્ર સરકાર દ્વારા તા.૧૭-૧૦-૨૦૨૫ના રોજ ધી ડિપાર્ટમેન્ટ ઓફ લિગલ અફેઈર્સ, કાયદા વિભાગ દ્વારા ધી નોટરીઝ સુધારા રૂલ્સ-૨૦૨૫થી જી.એસ.આર. ૭૬૩(ઈ), તા.થી૧૭-૧૦-૨૦૨૫ના રોજ ધી નોટરીઝ એકટ-૧૯૫૬ની કલમ-૧૫થી મળેલ સત્તાની રૂએ નોટિફીકેશન બહાર પાડી ધી નોટરીઝ રૂલ્સમાં સુધારો કરવાનો નિર્ણય કરેલ છે.
આ સુધારાથી ગુજરાતમાં પ્રેક્ટિસ કરતા વધુમાં વધુ વકિલોને નોટરી તરીકે નિમણૂંક આપી શકાશે અને તેથી વધુ વકિલોને જીવન ગુજરાન ચલાવવામાં ખૂબ ઉપયોગી થશે એમ જણાવી ડિસ્ટ્રીકટ બાર એસોસિયેશનના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા, ઉપ પ્રમુખ અંબાણી ભરતભાઈ અને હરેશ પરસોડા, સેક્રેટરી નયનાબેન ચૌહાણ અને અશ્વિન ગોસાઈ, જોઈન્ટ સેક્રેટરી જતિન ઠક્કર અને નિવિદ પારેખ, ટ્રેઝરર અજય ચાંપાનેરી અને દિવ્યેશ છગ, લાઈબ્રેરી સેક્રેટરી વિરેન રાણીગા અને કિશન રાજાણી, મહિલા રિપ્રેઝેન્ટીવ લક્ષ્મીબેન જાદવ અને બિનલબેન મહેતા, કારોબારી સભ્યો હર્ષદ બારૈયા, અંજનાબેન ચૌહાણ, વિમલ ડાંગર, હિરલ જોષી, શૈલેશ સુચક, ધર્મશ સિદ્ધપુરા, નળપેન ભાવસાર, વિજય જોષી, અજયસિંહ ચુડાસમા, વિજય જોષી, કિર્તિસિંહ ઝાલા તથા કો- ઓપ્ટ સભ્યો રાજેશ ચાવડા, કલ્પેશ નશીત, ચેતન વિઠ્ઠલાપરા, શ્રેયશ શુક્લા, સાગર મેતા, ધર્મેન્દ્ર જરિયા, ઈસ્માઈલ પરાસરા વિગેરેએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રિય મંત્રીઓ સર્વ ગળહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ અને મંત્રી જે. પી. નડ્ડા, સર્વ મંત્રીઓ એસ. જયશંકર, મનસુખભાઈ માંડવિયા, કાયદા મંત્રી અર્જુનભાઇ મેઘવાળ અને ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ પંચાલ, ગળહ અને કાયદા મંત્રી હર્ષ, સમરસ ગળપ અને લીગલ સેલ ગુજરાત પ્રદેશ ભાજપના કન્વિનર અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન શ્રી જે. જે. પટેલ સહિત સમગ્ર શિર્ષ નેતળત્વનો આભાર વ્યક્ત કર્યો છે.
(2:17 PM IST)










