<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

દિવાળી પર્વોમાં રાજકોટમાં ૭ હત્‍યા : દારૂ-ડ્રગ્‍સની રેલમછેલ

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, પ્રભારી મુકુલ વાસનીક આકરા પાણીએ ખરાબ માર્ગો, આડેધડ ટ્રાફિક, ગેરકાયદે બાંધકામો, કોંગ્રેસની પત્રકાર પરિષદમાં રાજકોટની અરાજક સ્‍થિતિ ઉજાગર

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, પ્રભારી મુકુલ વાસનિક, શહેર પ્રમુખ રાજેન્‍દ્ર જાડેજા તથા રાજકોટના કોંગ્રેસ અગ્રણીઓ નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ર૭ :.. રાજકોટમાં ગુન્‍હાખોરીના તાંડવથી માંડીને ટ્રાફિક અને વિવિધ તંત્રની અરાજકતાના મુદ્‌્‌ે કોંગ્રેસે આક્રમક વલણ અપનાવ્‍યું છે. રાજકોટ-સૌરાષ્‍ટ્રની અતિ કપરી સ્‍થિતિ પર ફોકસ કરીને પ્રદેશ કોંગ્રેસ અધ્‍યક્ષ અમિત ચાવડા, પ્રભારી મુકુલ વાસનિક વગેરેએ સ્‍થાનિકથી માંડીને રાજય સરકારની ઝાટકણી કાઢી હતી.

પત્રકાર પરિષદમાં અગ્રણીઓએ જણાવ્‍યું હતું કે, દિવાળીના પર્વોમાં રાજકોટમાં સાત હત્‍યાઓ થઇ, ડ્રગ્‍સ-દારૂના નશાખોરો બેફામ બન્‍યા છે.

કાયદો વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ ખરાબ થઇ. નશાની હાલતમાં મારામારીના બનાવો વધ્‍યા તાજેતરમાં ૧ સોસાયટી પ્રમુખને માર માર્યો આ તંત્રની સદંતર નિષ્‍ફળતાની સાબિતી છે.

ઉપરાંત ૨ દિવસથી વરસાદ (માવઠું) છે ફરી ખેડૂતોને નુકસાન ડિજિટલ સર્વેમાં ખામીઓ, માવઠું, ટેકાના ભાવ, કડદા પ્રથા આમ ચારેતરફ સમસ્‍યાઓ સજોઈ છે. કમોસમી વરસાદના કારણે માલપાકમાં નુકસાન ઘાસચારો નાશ થઈ ગયો, તાત્‍કાલિક વ્‍યવસ્‍થા કરાવી આપવામાં આવે તેવી કોંગ્રેસની માંગણી છે.

શ્રી ચાવડાએ જણાવ્‍યું હતું કે,  રોડ રસ્‍તાઓની સમસ્‍યાઓ ખાડાઓ, ચોમાસામાં પાણી ભરાઈ જવાની સમસ્‍યા, ડ્રેનેજ સિસ્‍ટમ ફેલ્‍યોર, કોર્પોરેશનની કામગીરી ખૂબ જ ખરાબ રહી છે આ બાબતે, અન્‍યમાં ગેરકાયદેસર બાંધકામને મંજૂરી (રાજકોટ TRP ગેમ ઝોન દુર્ઘટના પણ ઘટી) TRP ગેમ ઝોન મામલે એક પણ મોટા અધિકારી સામે કાનૂની કાર્યવાહી ન થઈ (IAS, IPS લેવલના ) રાજકોટ-જેતપુર હાઈવે કામગીરીના લીધી ટ્રાફીકની વિકરાળ સમસ્‍યા, હેલ્‍મેટનો કાયદો હેરાનગતિ કરવામાં આવેલ. લોકો ત્રાહીમામ પોકારી ગયા છે.

શ્રી ચાવડાએ કહયું હતું કે, પાણીની અછતને પહોંચી વળવા કોંગ્રેસના સમયમાં કેમ બનાવવામાં આવ્‍યા હતા ભાજપના સમયમાં કોઈ કામ ન કરવામાં આવ્‍યું નથી. વર્ષ ૧૯૮૭થી અત્‍યાર સુધી મહાનગરપાલિકાની સ્‍ટેન્‍ડિંગ કમિટીએ રોડ-રસ્‍તાઓ પહોળા કરવા માટે લાઇન ઓફ પબ્‍લિક સ્‍ટ્રીટ હેઠળ ૩૯ રસ્‍તાઓ કપાત કરી પહોળા બનાવવાની રખાસ્‍તો મંજૂર કરી હતી જેમાંથી હજુસુધી માત્ર ૧૩ દરખાસ્‍ત જ મંજૂર થઇ છે. જ્‍યારે બાકીની ૨૬ દરખાસ્‍તમાં કાર્યવાહી ચાલુનો મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ રૂટિન જવાબ આપી રહ્યા છે.

અમિત ચાવડાએ કહયું હતું કે, જે રાજકોટ શહેરમાંથી મોદી પહેલી વાર MLA બન્‍યા અને હાલમાં PM એ રાજકોટની મંત્રીમંડળમાં અવગણના / બાદબાકી , રાજકોટમાંથી એકપણ મંત્રી ન બનાવ્‍યા એક પણ યોગ્‍ય નેતા ન મળ્‍યા ? જયેશ રાદડિયાની પણ બાદબાકી થઈ ગઈ.

એક સમયે સામાજિક નામના વાળા નેતાઓની બોલબાલા હતી સામાજિક સુધારણા માટે રાજનીતિ હતી, ભાજપે આને કોર્પોરેટ કંપની બનાવી દીધી હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે.

શ્રી ચાવડાએ કહયું હતું કે, સરકાર દ્વારા સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી પણ અગાઉ ખેડુતોને જે નુકસાન થયું છે એ પણ હજુ સુધી ચૂકવામાં નથી આવ્‍યું. સરકાર તેના માનીતા પાંચ-પચીસ ઉદ્યોગકારોને ઉદાર હાથે મદદ કરે છે તો ખેડૂતોને કેમ નહિ ?? સરકાર જો ઉદ્યોગપતિઓના ૨૫ લાખ કરોડ માફ કરી શકે તો ખેડૂતોના પાક ધિરાણ માફ કેમ નહિ? આવો સવાલ કોંગ્રેસે ઉઠાવ્‍યો છે.

પત્રકાર પરિષદમાં કોંગ્રેસના અગ્રણીઓ સોૈરાષ્‍ટ્રના પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડા, સિનિયર આગેવાન તુષારભાઇ ચોૈધરી, શહેર કોંગ્રેસ અધ્‍યક્ષ રાજદિપસિંહ જાડેજા, પૂર્વ અધ્‍યક્ષ જશવંતસિંહ ભટ્ટી, અતુલ રાજાણી, મહેશભાઇ રાજપૂત, ડો.હેમાંગ વસાવડા, પ્રદેશ કોંગ્રેસ મહિલા અગ્રણી ગાયત્રીબા વાઘેલા, પૂર્વ ધારાસભ્‍યો  લલિતભાઇ કગથરા તથા લલિતભાઇ વસોયા તેમજ ડી.પી. મકવાણા સહિતનાઉપસ્‍થિત રહયા હતા.

(3:26 PM IST)