તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th October 2025
રાજકોટમાં દિવાળીની સાંજે થયેલી લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો
ભકિતનગર સોસાયટીમાં સોની વેપારીના ઘરમાં થયેલી ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો: ભાવનગરના ભૂરો ઉર્ફે ઇકબાલ સમાએ કરી હતી ચોરી: ૭૦ લાખનો મુદ્દામાલ કબ્જે: ૪૦ લાખની ચોરીનો ગુનો દાખલ થયો હતો: ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસિયાની રાહબરીમાં પીઆઇ ગોંડલીયા, પીઆઇ ડામોર, પીઆઇ જાદવ, પીએસઆઇ એ.એન.પરમાર, એસ.વી.ચુડાસમાં, વી.ડી.ડોડીયા, એમ.વી.મોવલીયા, એએસ.ગરચરની ટીમોની કામગીરી

રાજકોટ શહેરની ભક્તિનગર સોસાયટીમાં આવેલા સોની વેપારીના બંગલોમાં દિવાળીની સાંજે રૂ.૪૦ લાખથી વધુનું ચોરી થઈ હતી. આ ગુનાનો ભેદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી નાખી ભાવનગરના એક શખ્સને ઝડપી લીધો છે અને રોકડ તથા સોના ચાંદીના દાગીના મળી ૭૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આમ આરોપી પકડાતા ચોરીનો આંકડો પણ વધી ગયો છે.
જાણવા મળેલી વિગતો મુજબ ભક્તિનગર સોસાયટી શેરી નં.૫,પોસ્ટ ઓફીસની સામે આવેલ "અલભ્ય" નામના બંગલોમાંથી રહેતા સોની વેપારી દિવાળીની સાંજે પરિવાર સાથે પેલેસ રોડ પર પોતાના શો રૂમ ખાતે ચોપડા પૂજનમાં ગયા હતાં ત્યારે સાડા ત્રણ કલાક રેઢા પડેલા તેમના ઘરમાં ચોરી થતાં ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. આ ગુનો ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે સોનાના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળીને કુલ કિ.રૂા.૭૦,૦૫,૯૦૦ના મુદામાલ સાથે ઇરફાન ઉર્ફે ભુરો ઇકબાલભાઇ સમા જાતે-મુસ્લીમ લુહાર (ઉ.વ.૪૦ ધંધો-ભંગારનો રહે.રેલ્વે સ્ટેશન રોડ, શેલાર પીરની દરગાહ પાસે, અમીપરા મસ્જીદની સામે, ભાવનગર શહેર)ને પકડી લીધો છે.
જાણવા મળ્યા મુજબ તા.૨૦/૧૦/૨૦૨૫ના રોજ દિવાળીની સાંજે રાજકોટ શહેરના ભકિતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભકિત નગર સોસાયટી, શેરી નં.-૫, પોસ્ટ ઓફીસની સામે, "અલભ્ય" મકાનમાંથી સોનાના દાગીના તથા ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપીયાની રાત્રીના આશરે પોણા આઠ થી રાત્રીના સાડા અગીયારેક વાગ્યાની આસપાસ ચોરી થયેલ જેમાં કુલ કિમત રૂા.૪૦,૩૦,૦૦૦ની ચોરી થઇ હતી.
આ ગુનો ઉકેલવા ક્રાઇમ બ્રાન્ચની ટીમો કામે લાગી હતી. અંતે સફળતા મળી હતી. ઘરફોડ ચોરી ઉકેલવા માટે ઉપરી અધિકારીઓની સુચના અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવએ ટીમના પોલીસ સબ ઇન્સપેકટર એ.એન.પરમાર, એસ.વી.ચુડાસમાં, વી.ડી.ડોડીયા, એમ.વી.મોવલીયા, એએસ.ગરચરને તેમજ તેમની ટીમમાં રહેલ પોલીસ કર્મચારીઓને ઘરફોડી ચોરી ડીટેકટ કરવા જરૂરી સુચના આપતા તમામ ટીમના પો.સબ ઇન્સપેક્ટરએ ટીમના તમામ પોલીસ કર્મચારીઓને માર્ગદર્શન આપી અલગ-અલગ ટીમો બનાવી રાજકોટ શહેરમાં જે જગ્યાએ મકાન માંથી સોનાના ચાંદીના દાગીના તથા રોકડા રુપીયાની ચોરી થયેલ હોય ત્યાંથી લઇને જે-જે જગ્યાએ ચોરીમાં ગયેલ મુદામાલ અંગે કોઇપણ વિગત મળી આવે તે મુજબ તપાસ કરવા તેમજ સીસીટીવી ફુટેઝ જોવા તેમજ કોઇપણ શંકમંદ મળે તો તેને ચેક કરવો તે મુજબ ટીમ વર્ક અલગ અલગ કામ સોપવામાં આવેલ હોઇ તે દરમ્યાન તમામ માણસોએ પેટ્રોલીંગ કરી તેમજ સી.સી.ટીવી ફુટેઝ જોઇ તેમજ ચોકકસ હ્યુમન સોર્સીસથી ભાવનગરના શખ્સને પકડી પાડી તેની પાસેથી મુદામાલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ-૧૦૬ મુજબ તપાસ અર્થે કબજે કરી ભક્તિનગર પોલીસ સ્ટેશનનો ગુનો ડીટેકટ કર્યો છે.
શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) જગદીશ બાંગરવા તથા મદદનીશ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) ભરત.બી.બસીયાના માર્ગદર્શનમાં આ ગુનો ઉકેલાયો છે.
પોલીસે આરોપી ભૂરા પાસેથી સોનાના દાગીના કુલ વજન ૬૧૩.૧૫૦ ગ્રામ રૂ.૬૫,૪૮,૦૦૦, ચાંદીના દાગીના કુલ વજન ૧૬૯૪.૨૮ ગ્રામ રૂ.૧,૩૨,૮૦૦ તથા રોકડા ૨,૩૫,૦૦૦ મળી કુલ રૂ.૭૦,૦૫,૯૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ કામગીરી રાજકોટ શહેર, ક્રાઇમ બ્રાન્ચ, પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ પોલીસ સબ ઇન્સ એ.એન.પરમાર, એસ.વી. ચુડાસમા, વી.ડી.ડોડીયા, એમ.વી.મોવલીયા, એ.એસ.ગરચર, એ.એસ.આઇ. વિજયરાજસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ ઝાલા, અમિતભાઇ અગ્રાવત, વિજયભાઇ સોઢા, સંજયભાઇ દાફડા, હેડ કોન્સ.જયદેવસિંહ પરમાર, કૃષ્ણદેવસિંહ ઝાલા, હરસુખભાઇ સબાડ, અર્જુનભાઇ ડવ, પ્રદિપસિંહ જાડેજા, દિપકભાઇ ચૌહાણ, રાજેશભાઇ જળુ, જયરાજભાઇ કોટીલા, દિલીપભાઇ બોરીચા, સુભાષભાઇ ઘોઘરી, સંજયભાઇ રૂપાપરા, મોહિલરાજસિંહ ગોહિલ, ક્રિપાલસિંહ ઝાલા, દિપકભાઇ ડાંગર, ઉમેશભાઇ ચાવડા, કિશનભાઇ પાંભર, પોલીસ કોન્સ., સંજયભાઇ ખાખરીયા, તુલશીભાઇ ચુડાસમાં, મહાવીરસિંહ જાડેજા, સંજયભાઇ અલગોતર, અનુજભાઇ ડાંગર, વિશાલભાઇ દવે, કરણભાઇ કોઠીવાલ, જીલુભાઇ ગરચર, ગોપાલભાઇ પાટીલ, મયુરધ્વજસિંહ જાડેજા, પંશાતભાઇ ચુડાસમાએ કરી છે.
(6:18 PM IST)










