News of Saturday, 25th October 2025
જંગલેશ્વરનો મોહસીમ સૈયદ ૧૬ વર્ષની બાળાનું અપહરણ કરી ગયોઃ ભક્તિનગર પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકટઃ શહેરમાં જંગલેશ્વર વિસ્તારમાં રહેતાં અને મજૂરી કરતાં મુસ્લિમ પરિવારની ૧૬ વર્ષની દિકરીને જંગલેશ્વર-૨૬માં હલીમા મસ્જીદ સામે રહેતો શકમંદ મોહસીમ શરીફભાઇ સૈયદ નામનો શખ્સ લલચાવી ફોસલાવી અપહરણ કરી લઇ જતાં ભક્તિનગર પોલીસે ગુનો નોંધ્યો છે.
ગત ૨૩/૧૦ના રાત્રીના સમયે ફરિયાદી અને તેમના પત્નિ સગાના ઘરે ગયા હતાં. બાદમાં રાતે ફરિયાદી પોતાના પત્નિને મુકવા રાતે સાડા બારેક વાગ્યે ઘરે આવ્યા હતાં. ત્યારે તેમનો દિકરો અને દિકરી ઘરમાં સુતા હતાં. તેઓ પત્નિને મુકી પરત સગાના ઘરે ગયા હતા. સવારે પોણા પાંચે ઘરે આવ્યા ત્યારે દિકરી ઘરમાં જોવા મળી નહોતી. જેથી પત્નિ-દિકરાને જગાડી તપાસ શરૂ કરી હતી. શોધખોળ દરમિયાન ખબર પડી હતી કે દિકરીને જંગલેશ્વર વિસ્તારનો જ મોહસીમ સૈયદ નામનો શખ્સ લલચાવી ફોસલાવી ભગાડી ગયો હોઇ શકે છે. આથી તુરંત પોલીસને જાણ કરતાં ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયા, નિલેષભાઇ મકવાણાએ ગુનો દાખલ કર્યો હતો. પીએસઆઇ એમ. એન. વસાવાએ વધુ તપાસ હાથ ધરી છે.
(11:18 AM IST)










