News of Wednesday, 22nd October 2025
સણોસરામાં જયંતિભાઇ ઠુમ્મરની વાડીમાં મજૂર સુમાભાઇ સકરીયાનું મોતઃ માથામાં ઇજા થયેલી લાશ મળીઃ કુવાડવા પોલીસ દ્વારા તપાસ

રાજકોટઃ કુવાડવા તાબેના સણોસરા ગામે જયંતિભાઇ ઠુમ્મરની વાડીમાં મજૂરી કરતાં સુમાભાઇ નારૂભાઇ સકરીયા (ઉ.વ.૩૫) નામના યુવાનની માથામાં ઇજા થયેલી હાલતમાં લાશ મળી આવી હતી. બનાવની જાણ ૧૦૮ના ઇએમટી ડો. સ્નેહભાઇ ભુતીયાએ કરતાં પોલીસ કન્ટ્રોલ રૂમ ઇન્ચાર્જ એચ. કે. રાવલે જાણ કરતાં કુવાડવા પીઆઇ બી. પી. રજયાની રાહબરીમાં પીએસઆઇ એ. બી. ઝાલા અને સ્ટાફે તપાસ હાથ ધરી છે. આ મજૂરને માથામાં ઇજા થઇ હોઇ મોતનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાવાયું છે.
(10:52 AM IST)










