<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd October 2025

અંકુરનગર રોડ પર નકળંગ પાન પાસે હિરેન પરમાર પર દિલજીત અને અજાણ્‍યાનો જુના મનદુઃખમાં છરી-પાઇપથી હુમલો

રાજકોટઃ ધોકાની સાંજે માલવીયાનગર પોલીસ સ્‍ટેશન હેઠળના નકળંગ ડિલક્‍સ પાન પાસે મારામારી થઇ હતી. અંકુરનગર રોડ ગોપાલ પાર્ક-૧માં રહેતાં હિરેન અરવિંદભાઇ પરમાર (ઉ.વ.૩૨) ઉપર દિલજીત અને બે અજાણ્‍યાએ છરી, પાઇપથી હુમલો કરી પેટ, માથા, વાંસા, હાથે-પગે ઇજાઓ કરતાં સારવાર માટે દાખલ થતાં માલવીયાનગરના એએસઆઇ એચ. ટી. પરમારે ગુનો નોંધ્‍યો છે. પાંચ મહિના પહેલા બોલાચાલી થઇ હોઇ તેનો ખાર રાખી આ હુમલો કરાયો હતો.

(10:40 AM IST)