તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd October 2025
જામનગર રોડ પર જાહલ હોટલના સંચાલક પ્રવિણભાઇ ડાંગરે આગલી ઉધારીના પૈસા માંગતા વિશ્વરાજસિંહ જાડેજા સહિતે હોટલ પાસે ફટાકડા ફોડી ચાના ડોયા અને તાવીથાથી હુમલો કર્યોઃ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટઃ શહેરના જામનગર રોડ પર ધોકાની મોડી રાતે અઢી વાગ્યે જાહલ હોટલ ખાતે મારામારી થઇ હતી. હોટલ સંચાલક જામનગર રોડ કૃષ્ણનગર મેઇન રોડ વ્હોરા સોસાયટી પાછળ રહેતાં પ્રવિણભાઇ ભગવાનભાઇ ડાંગર (ઉ.વ.૪૭)એ આ અંગે ગાંધીગ્રામ પોલીસમાં વિશ્વરાજસિંહ કુમારસિંહ જાડેજા (બજરંગવાડી) અને ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાવ્યો છે.
પ્રવિણભાઇ જામનગર રોડ ગોકુલ કોમ્પલેક્ષ નીચે જાહલ હોટલ ચલાવે છે. તેની હોટલેથી વિશ્વરાજસિંહ જાડેજા અગાઉ બાકીમાં ચા, સિગારેટ સહિતની વસ્તુ લઇ ગયેલ હોઇ જેના પૈસાની પ્રવિણભાઇએ ઉઘરાણી કરતાં વિશ્વરાજસિંહે ઉશ્કેરાઇ જઇ ત્રણ શખ્સો સાથે હોટલ પાસે આવી ફટાકડા ફોડયા હતાં. તેને આવુ કરવાની ના પાડતાં ઉશ્કેરાઇ જઇ ચાના ડોયા અને તાવીથાથી હુમલો કરી તેમજ ધોકાથી હુમલો કરી પ્રવિણભાઇને માર મારી હાથ, માથામાં ઇજા કરતાં સારવાર લેવી પડી હતી. આ અંગે પીએસઆઇ ડી. જે. જોષીએ ગુનો નોંધ્યો છે.
(10:39 AM IST)










