<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd October 2025

કોઠારીયા શિવ પાર્કમાં મોીહત પરમાર પર રોીહત, સિધ્‍ધરાજનો છરીથી હુમલોઃ મોહિતે રોહિતને ફટાકડા ન લઇ દેતાં ડખ્‍ખો

રાજકોટઃ કોઠારીયા મેઇન રોડ પર શિવ પાર્કમાં નાયરા પંપ પાસે રહેતાં મોહિત જેન્‍તીભાઇ પરમાર (ઉ.વ.૩૦)ને રોહિત દિપકભાઇ કાલીયા, સિધ્‍ધરાજ સોલંકીએ ગાળો દઇ છરીથી હુમલો કરી માથા અને કાન પાસે ઇજા કરી ઢીકાપાટુ પણ મારતાં સારવાર લેવી પડી હતી. બનાવ અંગે આજીડેમ પોલીસ સ્‍ટેશનને જાણ થતાં એએસઆઇ એચ. વી. મારવાણીયાએ ગુનો નોંધ્‍યો હતો. મોહિતને રોહિત કાલીયાએ ફટાકડા લઇ દેવાનું કહેતાં મોહિતે ના પાડી દેતાં આ માથાકુટ થઇ હતી.

(10:38 AM IST)