<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd October 2025

ટાગોર રોડ પર બાઇક સામ સામે આવી જતાં ડખ્‍ખોઃ પુનિતનગરના શિક્ષક ભરતભાઇ ડાંગર પર જયરાજ પઢીયારનો ટોળકી રચી હુમલોઃ ખૂનની ધમકી

રાજકોટઃ ધોકાની રાતે સાડા બારેક વાગ્‍યે શહેરના ટાગોર રોડ પર લાપીનોઝ પીઝાની સામેના રોડ પર વાહન સામ સામે આવી જવા મામલે મારામારી થઇ હતી. જેમાં ગોંડલ રોડ પુનિત નગર ટાંકા સામે કર્મચારી સોસાયટીમાં રહેતાં અને પુનિતનગરની વાસુદેવ સ્‍કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતાં ભરતભાઇ દાદભાઇ ડાંગર (ઉ.વ.૩૨) નામના યુવાન પર જયરાજ રમેશભાઇ પઢીયાર, તેના પત્‍નિ હીનાબેન, સિધ્‍ધરાજ રવુભાઇ પઢીયાર, સોનીબેન, ભાવેશભાઇ રમેશભાઇ ચાવડા અને પાંચ-છ અજાણ્‍યા શખ્‍સોએ હુમલો કરી ઝાપટ મારી આંખ પાસે ઢીકો મારી તેમજ ગાળો દઇ હોઠ ઉપર પણ ઢીકો મારી ઇજા કરી માથે જતાં ખૂન કરી નાખવાની ધમકી આપતાં એ-ડિવીઝન પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં પીએસઆઇ આર. એમ. બરાડીયાએ ગુનો નોંધ્‍યો છે.

ભરતભાઇ ડાંગરે જણાવ્‍યું હતું કે હું શિક્ષક તરીકે વાસુદેવ સ્‍કૂલમાં નોકરી કરુ છું. હું મારુ બાઇક જીજે૦૩એલપી-૪૯૪૧ લઇને લાપીનોઝ પીઝામાં પીઝા લેવા આવ્‍યો હતો. આ વખતે મારી સામે એક શખ્‍સ મારી સામે બાઇક લઇને આવી ગયો હતો. બાદમાં તેણે  મને કહેલું કે કેમ તે મારી સામે વાહન નાંખ્‍યું? તેમ કહી તે ગાળો બોલવા માંડયો હતો. બાદમાં તે મારામારી કરવા માંડયો હતો. થોડીવારમાં તેની સાથેના બીજા લોકો પણ ધસી આવ્‍યા હતાં. જેમાં મહિલાઓ પણ હતી. આ બધાએ મને ઢીકાપાટુ, ઝાપટો, ધૂંબા માર્યા હતાં અમારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં મને રોડ પર ઢસડીને માર માર્યો હતો અને તને અહિ જ પતાવી દેવો છે તેવી ધમકી આપી હતી. મેં પોલીસ બોલાવવાનું કહેતાં આ લોકો જ મને મારકુટ કરતાં કરતાં એકટ્‍ીવામાં વચ્‍ચે બેસાડી એ-ડિવીઝન પોલીસ સ્‍ટેશને લાવ્‍યા હતાં. બાદમાં અહિ પોલીસની પુછતાછમાં આ લોકોના નામ જયરાજ પઢીયાર સહિતના હોવાની મને ખબર પડી હતી. એએસઆઇ આર. જી. ચોૈહાણે ગુનો નોંધતા વધુ તપાસ પીએસઆઇ આર. એમ. બરાડીયા ચલાવી રહ્યા છે.

(10:32 AM IST)