તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st October 2025
મહિલાના બે લાખના સોનાના ચેઇનની ચીલઝડપ કરનાર મેહુલ ઉર્ફે ભુરી પકડાયો
ડીસીપી ઝોન-રની એલસીબીના પી.એસ.આઇ. આર.એચ. ઝાલા તથા ટીમે દબોચ્યો

રાજકોટ, તા. ર૧: સાધુવાસવાણી રોડ પર મહિલાના બે લાખના સોનાના ચેઇનની ચીલ ઝડપ કરનારા શખ્સને ઝડપી લીધો હતો.
મળતી વિગત મુજબ સાધુવાસવાણી રોડ પર ઉત્સવ પાર્ક શેરી નં. ૧ માં રહેતા વિજયાબેન જીવરાજભાઇ કાસુન્દ્ર (ઉ.વ. ૬ર) ગત તા. ૧૯ ના રોજ પોતાના ઘરેથી નીકળી સાધુવાસવાણી રોડ પર આવેલા ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા માટે ચાલીને જતા હતા. ત્યારે એક અજાણ્યો શખ્સ એકટીવાપર સામેથી આવી વૃધ્ધાના ગળામાં ઝોટ મારી રૂા. ર.૭પ લાખની કિંમતના સોનાનો ચેઇન ઝુંટવી નાશી ગયો હતો. આ બનાવ અંગે વૃધ્ધાએ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં આરોપીને પકડવા માટે પોલીસ કમિશ્વર બ્રજેશકુમાર ઝા એ સુચના આપતા ડીસીપી ઝોન-ર ની એલસીબીના પી.એસ.આઇ. આર.એચ. ઝાલા સહિતના સ્ટાફે સીસીટીવી કુટેજના આધારે તપાસ હાથ ધરી હતી. દરમ્યાન બાતમી મળતા ચીલ ઝડપકાર મેહુલ ઉર્ફે ભુરી ઉર્ફે મામો ધનજીભાઇ જેઠવા (ઉ.વ. ર૮) (રહે. નવલનગર શેરી નં. ૯ ના ખુણે કૈલાસનગર-ર) ને પકડી લઇ રૂા. ર લાખનો સોનાનો ચેઇન કબ્જે કર્યો હતો.
(2:53 PM IST)










