<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st October 2025

જીવનમાં જે મળ્‍યું તેનો લાભ લેવાનું શીખડાવતી લાભપાંચમ

 

જોત જોતામાં દિવાળી આવી અને ગઇ. નવું વર્ષ પણ આનંદ, ઉત્‍સાહ અને ઊમંગથી ચાલું થઇ ગયું. સૌથી ઝડપી કોઇની ચાલ હોય તો એ સમયની છે. વિક્રમ સંવત ર૦૬૩ ના વર્ષનું પ્રથમ વણજોયું મુહૂર્ત એટલે કારતક સુદ-પ લાભપાંચમ જે સૌભાગ્‍ય પાંચમી, જ્ઞાન પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. લાભ પાંચમ માત્ર ગુજરાતમાં જ નહી પણ સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે. શાષાોકત રીતે આ દિવસે લક્ષ્મી માતાની પુજા કરવામાં આવે છે.

જ્ઞાન પંચમી તરીકે ઓળખાતી લાભાાંચમ જ્ઞાન પ્રાપ્‍તી, નવી શરૂઆતકરવા માટેનો ઉત્તમ દિવસ છે. તંત્ર મંત્ર સાધના કે કોઇપણ નવા વ્‍યવસાયનો આરંભ ઉધ્‍ધાટન માટે આ દિવસ ઉત્તમ છે. લાભ પંચમીનો અર્થ તેના નામમાં જ સમાયો છે. લાભનો સીધો અર્થ ફાયદો કોઇપણ જાતના ભૌતિક સુખ, ઘન, ધાન્‍ય, સંપતિ સ્‍વાસ્‍થય વિગેરેની પ્રાપ્‍તીસમગ્ર વર્ષ દરમ્‍યાન થાય તે માટે લક્ષ્મી માતાની પૂજા કરવામાં આવે છે. આ દિવસ વર્ષનું શ્રેષ્‍ઠ મુહૂર્ત છે.

આ દિવસે કેટલાક લોકો ગણેશની પુજા કરી પોતાના વ્‍યવસાયનો આરંભ કરે છે. ભગવાન ગણેશ વિધ્‍નહર્તા છે. રિધ્‍ધી -સિધ્‍ધી એ બે તેમની જીવન સંગિની છે. ગણેશજીના પુત્ર નામ લાભ અને શુભ છે. લાભના પુત્ર આનંદ અને શુભના પુત્ર પ્રમોદ છે. લાભની પ્રાપ્‍તી થાય તો જીવનમાં બધુ જ શુભ થાય છે. શુભ હોય તો સુખની પ્રાપ્‍તી થાય છે. સુખ અને આનંદમાં ભેદ છે. ધનદોલતથી જે મળે તે સુખ છે. સંતોષથી જે મળે તે આનંદ છે. સુખી વ્‍યકિત આનંદમાં ન હોય એવું બની શકે પણ આનંદી વ્‍યકિત સુખી જ હોય જ છે.

આપણા પંચાગમાં લાભ ચોઘડીયાને કોઇપણ કાર્ય કરવા માટે શ્રેષ્‍ઠ માનવામાં આવે છે. ચોઘડીયાને એટલે ચાર ઘડિયા ૧ ઘડિયાનો સમય આશરે ર૪ મીનીટ હોય છે. દિવસના બાર કલાકના ૮ ચોઘડીયા થાય કુલ સાત ચોઘડીયા છે. તેમાંથી ચલ, લાભ, અમૃત તથા શુભ આ ચાર ચોઘડિયાને શુભ માનવામાં આવે છે.  બાકીના ત્રણ કાળ, રોગ અને ઉદવેગ ને અશુભ ચોઘડીયા માનવામાં આવે છે. કેલેન્‍ડરમાં પ્રિન્‍ટ કરેલ દિવસ અને રાતના ચોઘડીયા મુજબ દરેક દિવસમાં આઠ ચોઘડીયા અને રાત્રિના આઠ ચોઘડીયા હોય છે. કુલ ચોઘડિયા સાત જ છે. આથી દિવસ કે રાતના આરંભે પ્રથમ ચોઘડીયું હોય, તે જ ચોઘડીયું છેલ્લું આઠમું હોય છે. જેમ કે ગુરૂવારે દિવસનું પ્રથમ અને છેલ્લું ચોઘડીયું શુભ છે.

દિવસ અને રાત્રિ -(પ્રકાશ અને અંધકાર) એ સર્જનહાર ની સુંદર રચના છે. દરેક પળ કિમતી છે. દરેક વ્‍યકિતને સમય એક સરખો ઇશ્વરે આપેલ છે. જો સમયનો સદુપયોગ  કરીએ તો કોઇ સમય  અશુભ નથી તો શુભ અને અશુભ ચોઘડીયા શા માટે ? મનો વૈજ્ઞાનિક દ્રષ્‍ટિએ જોઇએ તો શુભ, માંગલિક અને ધાર્મિક કાર્યો શુભ ચોઘડિયામાં કરવાથી, મનમાં શ્રધ્‍ધા તથા આસ્‍થાનો સકારત્‍મક ભાવ જાગે છે. સારુ પરિણામ  મળશે એવું આશારૂપી અશ્વિાસ ન મળે છે.

માણસે જીવનમાં કાયમ-સુખી થવુ હોઇ લાભ મેળવવો હોય તો શુ કરવું જોઇએ ? ઇશ્વર કયારેય એમ નથી કહેતા કે મારી પુજા કરો, એ કહે છે મને ગમે તેવું જીવન જીવો, આપણા પવિત્ર આચરણથી ઘરતી ખુશ થાય દરેક કાર્યથી કલ્‍યાણની શુભકામના હોઇ, જે મળે તેનાથી સંતુષ્‍ટ રહેવું રામાયણના અયોધ્‍યા કાંડમાં કહયું છે કે ‘ સત્‍ય ધર્મ યશકમ જીવદયા, મધુર અતિથિઓ અને દેવતાઓની પુજા કરવી આ બધાને સંતોએ સ્‍વર્ગનો માર્ગકહયો છે. તો તે માર્ગે ચાલીએ.

જીવનમાં જો સારી અને સાચી રીતે આપનાવીશું તો જીવનમાં કાયમ લાભ જ છે. જીવનમાં સદાચાર, સ્‍નેહ, સંતોષ અને સમજ થી સાત્‍વીક આધ્‍યાત્‍મિક અને કૃતજ્ઞાતા સાથેના વિચારોથી સમયને સમૃધ્‍ધ કરીએ કારણ સમયકી ધારા મે, ઉમર બહ જાતી હૈ, દો ઘડી જી લેંગે વહી રહ જાતી હૈ.... (૩પ-૪)  

સંકલનઃ આલેખન :

મકવાણા વિનોદ એમ.

રાજકોટ મો. ૯૪૨૭૨ ૦૦૦૯૬

(2:33 PM IST)