તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st October 2025
મોરબી રોડ રપ વારીયા કવાર્ટર અને ભગતસિંહ ગાર્ડન પાસે કવાટરમાં જુગાર રમતા ૧૩ ઝડપાયા
બીડીવીઝન પોલીસે પાંચ અને યુનિવર્સિટી પોલીસે આઠને દબોચ્યા

રાજકોટઃ શહેરના મોરબી રોડ પર રપ વારીયા કવાર્ટર પાસેથી બીડીઝન પોલીસે પાંચ અને યુનિવર્સિટી રોડ ભગતસિંહ ગાર્ડન પાસે કવાર્ટર પાસેથી આઠ શખ્સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ મોરબી રોડ પર જકાતનાકા પાસે અવોલ રપ વારીયા કવાર્ટરમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી મળતા હેડ કોન્સ. એન.પી. ચાવડા, વિશ્વજીતસિંહ તથા કોન્સ. જગમાલભાઇ સહિતના સ્ટાફે દરોડો પાડી મોબાઇલ ફોનમાં લૂડો નામની એપ્લીકેશનમાં ગેઇમ રમી પૈસાની હારજીતનો જુગાર રમતા રેલનગર પાસે સુભાષચંદ્ર બોઝ ટાઉનશીપ વીંગ જી ફલેટ નં. ર ના જીજ્ઞેશ જીતુભાઇ સોલંકી, જંગલેશ્વર શેરી નં. ર ના જાવેદ આદમભાઇ, થોરાળા પોલીસ સ્ટેશન પાસે મેરામબાપાની વાડી વિસ્તાર શેરી નં. ૩ ના મેહુબુબ અલ્લારખાભાઇ અજમેરી, દૂધસાગર રોડ ભગવતી સોસાયટી શેરી નં. ૩ ના ફરીદ યુસુફભાઇ પઠાણ તથા સલીલ રશીદભાઇ ભદ્રાશીયાને પકડી લઇ રૂા. ૧૩૯૭ ની રોકડ, ચાર મોબાઇલ મળી રૂા. ૪૩,૯૭૦ નો માલમતા કબજે કરી હતી. જયારે બીજો બનાવમાં યુનિવર્સિટી રોડ પોલીસ મથકના એ.એસ.આઇ. જો.એન. ખટાણા તથા દિવ્યરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે બાતમીના આધારે ભગતસિંહ ગાર્ડન પાસે આવેલા કવાર્ટરમાં બ્લોક નં. ર પાસે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ભગતસિંહ ગાર્ડન કવાર્ટર બ્લોક નં. ર રૂમ નં. ર૦૪ ના પાઠક જાસબીરભાઇ સોની, નવીનનગર શેરી નં. ' ના પદમ શાલીવાન વિશ્વકર્મા, લક્ષ્મણ ધનપતિભાઇ સોની, છત્રપતિ શીવાજી ટાઉનશીપ એ વિંગ બ્લોક નં. પ૦૪ ના સુનીલ માનસિંગભાઇ ........, સાધુવાસવાણી રોડ આત્મન એપાર્ટમેન્ટના વિશાલ પ્રેમસિંગભાઇ થાપા, ભગતસિંહ ગાર્ડન કવાટર્સ પાસે...... આઇબાન શાહે, યોગીનગર શેરી નં. ૩ ના કિશન ભીમસીંગભાઇ વિશ્વકર્મા અને એફ.એસ. એલ ઓફિસની પાછળ પેરેમાન્ટ પાર્ક-૩ અહેમદ જાવેદભાઇ શેખને પકડી લઇ રૂા. ૧૦,રપ૦ ની રોકડ સહિતની મતા કબજે કરી હતી.
(2:29 PM IST)










