તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st October 2025
વાવડીમાં શ્વેતાબેનનું ગેસની તકલીફ થયા બાદ મોત
૨૯ વર્ષિય પરિણીતાના મોતથી માસુમ પુત્ર મા વિહોણો થયોઃ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨૧: ગોંડલ રોડ પર વાવડીમાં જેપી ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાના પાસે રહેતાં અને કારખાનામાં કામ કરતાં મુળ યુપીના મનિષ ખરવાડના પત્નિ શ્વેતાબેન ખરવાડ (ઉ.વ.૨૯) રાતે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં ગમગીની છવાઇગઇ હતી.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણાએ જાણ કરતાં તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઇ ડી. સી. જોષી અને કિરીટભાઇ રામાવતે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનારને ત્રણેક દિવસથી ગેસની તકલીફ હોઇ દવા ચાલુ હતી, રાતે અચાનક તેણી બેભાન થઇ ગયા બાદ સારવારમાં મૃત્યુ થયાનું પતિએ કહ્યું હતું. તેણીને સંતાનમાં એક દિકરો છે.
(2:43 PM IST)










