તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st October 2025
ગોદરેજ કેપિટલે ‘પક્કા પતા' શીર્ષકથી હાઉસીંગ ક્ષેત્રે રજૂ કર્યુ ફેસ્ટીવ કેમ્પેઇન

રાજકોટ તા.૨૧: ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપની ફાઇનાન્શિયલ સર્વિસીઝ આર્મ ગોદરેજ કેપિટલે તેની પેટાકંપની ગોદરેજ હાઉસિંગ ફાઇનાન્સ થકી ‘પક્કા પતા' શીર્ષક હેઠળ તેનું લેટેસ્ટ ફેસ્ટિવ કેમ્પેઇન રજૂ કર્યું છે, જેનો ઉદ્દેશ્ય રાજકોટ અને ગાંધીધામ સહિતના ઉભરતા બજારોમાં કિફાયતી હાઉસિંગ ફાઇનાન્સ સોલ્યુશન્સને પ્રોત્સાહન આપવાનો છે. આ કેમ્પેઇન પહેલી વખત ઘર ખરીદનારાઓની લાગણીકીય સફરને દર્શાવે છે અને ગોદરેજ હાઉસિંગ ફાઇનાન્સને ભાડાના ઘરમાંથી પોતાનું ઘર લેવામાટે પરિવારોને મદદ કરવામાં એક વિશ્વસનીય ભાગીદારી તરીકે સ્થાન આપે છે. ચીફ માર્કેટિંગ ઓફિસર નલિન જૈને જણાવ્યું હતું કે અમારું માનવું છે કે ઘર ફક્ત એક નાણાકીય સીમાચિホ નથી, પરંતુ ભાવનાત્મક પણ છે. ‘પક્કા પતા' એ ક્ષણની ઉજવણી કરે છે જયારે એક સ્વપ્ન સરનામામાં ફેરવાય છે, ભાડાની જગ્યા તમારી પોતાની બની જાય છે અને અનિશ્ચિતતા ગૌરવ અને સ્થાયિતાને માર્ગ આપે છે. સરળ લોન પ્રક્રિયાઓ, મિલકતના મૂલ્યના ૯૦ ટકા સુધી ફંડિંગ અને લાંબા સમય સુધીના ચુકવણી વિકલ્પો દ્વારા, અમે ભારતના ઉભરતા બજારોમાં પરિવારો માટે ઘરની માલિકીને વધુ સુલભ અને તણાવમુક્ત બનાવવાનો હેતુ રાખીએ છીએ.
(2:11 PM IST)










