તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st October 2025
બાલાજી મંદિરે કાળી ચૌદસે યોજાયો ૧૨૧ કુંડી મહાયજ્ઞ : ૧૦૦૮ દીકરીઓ દ્વારા ધ્વજારોહણ

રાજકોટ : અહીંના શ્રી બાલાજી હનુમાનજી મંદિરે કોઠારી પૂ. વિવેકસાગર સ્વામી તથા સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મહંત શાસ્ત્રીપૂ. રાધારમણદાસજી સ્વામીની અધ્યક્ષતામાં આગામી તા. ૩૦ ઓકટોબરથી તા. ૫ નવેમ્બર સુધી શ્રી શિક્ષાપત્રી લેખન તેમજ આચાર્યપદ સ્થાપના દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન થયુ છે. આ દિવ્ય સ્થળે ગઇકાલે કાળીચૌદસના રાજકોટની ૧૦૦૮ દીકરીઓ દ્વારા ધ્વજારોહણ સાથે ૧૨૧ કુંડી મહા મારૂતિયજ્ઞ યોજવામાં આવ્યો હતો. પૂ. વિવેકસાગરદાસજી સ્વામી અને મંદિરના મહંત શાસ્ત્રી પૂ. રાધારમણદાસજી સ્વામીની અધ્યક્ષતામાં થયેલ આ પાવન પ્રસંગમાં વયોવૃધ્ધ સદ્દગુરૂ પૂ. હરિચરણદાસજી સ્વામીની ઉપસ્થિતી રહી હતી. બપોરે ધ્વજા રોહણ અને સાંજે મહામારૂતિ યજ્ઞ દર્શનનો બહોળી સંખ્યામાં ભાવિક ભકતોએ લાભ લીધો હતો. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(2:05 PM IST)










