તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st October 2025
વિક્રમ સંવત ર૦૮ર- વિશ્વ માટે કપરૂ ભેદ-ભરમવાળુ સાબીત થશે
કુમાર ગાંધીનું અવલોકન

વિક્રમ સંવત ર૦૮ર ના ગ્રહોની સ્થિતિ જોતા બજારમાં નાણાભીડનો અહેસાસ થશે. વિશ્વમાં આતંક - ભૂકંપ-આગના બનાવો કુદરતી આફતોનો સામનો રહેશે.
મીન રાશિનો શનિ દેશમાં ભ્રષ્ટાચારનો સામનો રહેશે. સરકારે કડક હાથે પગલા લેવા પડશે. રાહુ અને કેતુની સ્થિતિ જોતા ભારત વિશ્વમાં નામના મેળવશે.સરહદો સળગતી રહેશે.
પ્રજાનો સરકાર ઉપરનો વિશ્વાસ ટકાવી રાખવા પ્રજાનું કામ કરવુ પડશે.
ભ્રષ્ટાચારને શિષ્ટાચાર માનતા નેતાઓ અધિકારીઓ સરકારને નબળી પાડી શકે તેવું ગ્રહો સુચવે છે.
ખેડૂત આંદોલન-વિદ્યાર્થી આંદોલનનો સામનો રહેશે.
ગુરૂનુ ભ્રમણ જો સરકાર પ્રયત્ન કરશે તો પ્રજાને અનુકુળ કામ કરી શકે તેવા યોગો છે.
મોટા સેકસ કૌભાંડો બહાર આવે. બજારમાં નકલી વસ્તુઓ જોવા મળશે. (પ-૧૧)
કુમારભાઇ ગાંધી
અકિલા કોલમીસ્ટ
૭૮૭૮૧ ૭૮૭૮૩

(11:37 AM IST)










