તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th October 2025
મનપા દ્વારા ‘રંગોળી સ્પર્ધા' યોજાઈ
મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ-ચિત્રનગરીના સહયોગથી દિવાળી ઉત્સવ અંતર્ગત : સ્પર્ધકો દ્વારા તૈયાર કરાયેલ રંગોળી નિહાળતા પદાધિકારીઓ, કોર્પોરેટરો તથા મહાનુભાવો

રાજકોટ, તા. ૧૮: મનપા દ્વારા મિશન સ્માર્ટ સીટી ટ્રસ્ટ-ચિત્રનગરીના સહયોગથી રંગોળી સ્પર્ધા યોજાઇ હતી. મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયાઅને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ જણાવેલ છે કે, રંગીલુ રાજકોટ શહેર તેના ઝડપી વિકાસની સાથોસાથ સાંસ્કળતિક પ્રવળત્તિઓ માટે પણ વિખ્યાત છે. જુદાજુદા પ્રસંગોએ યોજવામાં આવતા વિવિધ કાર્યક્રમોએ રાજકોટ શહેરને ખાસ ઓળખ પ્રદાન કરી છે. એમાં પણ જ્યારે દિવાળી જેવો સૌનો મનપસંદ એવો દિવ્ય તહેવાર આવે ત્યારે રાજકોટની રોનક દીપી ઉઠે છે.
‘રંગીલું રાજકોટ' દરેક ઉત્સવ અને દરેક અવસરની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવા માટે ખુબ જ જાણીતું છે.
‘રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવ' અનુસંધાને તા.૧૭ ના રોજ બપોર બાદ ૦૪ કલાકથી રેસકોર્ષ રિંગ રોડ ખાતે ‘રંગોળી સ્પર્ધા' અંતર્ગત સ્પર્ધકો દ્વારા રંગોળી તૈયાર કરેલ. સ્પર્ધકો દ્વારા તૈયાર કરવામાં આવેલ રંગોળી તા.૧૭ ના રોજ રાત્રે ૦૯:૩૦ કલાકે મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોધરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ મુકેશ દોશી, કોર્પોરેટર જીતુભાઈ કાટોડીયા, વિનુભાઈ સોરઠીયા, મંજુબેન કુગસીયા, અગ્રણી વિનોદભાઈ પેઢડીયા, ઘનશ્યામભાઈ કુગસીયા તથા સંગઠનના હોદ્દેદારઓ દ્વારા નિહાળવામાં આવેલ અને સ્પર્ધકોને સુંદર અને થીમ આધારિત રંગોળી બનાવવા અને સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લેવા બદલ શુભેચ્છા પાઠવી હતી.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવાળીના તહેવારો અનુસંધાને યોજવામાં આવેલ ‘સ્વચ્છ-હરિયાળું-રંગીલુરાજકોટ દિવાળી ઉત્સવ' અંતર્ગત આયોજીત ‘રંગોળી સ્પર્ધા' તા.૨૦ સુધી નિહાળવા રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડિયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા રંગીલા રાજકોટવાસીઓને નિમંત્રણ પાઠવ્યું છે.
(3:42 PM IST)










