તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th October 2025
એસટીમાં ચિક્કાર ટ્રાફીકઃ આવક રોજની ૭૦ લાખે પહોંચી

રાજકોટ : દિપાવલી તહેવારો સંદર્ભે રાજકોટ એસ. ટી. ડિવીઝન ડેપોમાં ચિક્કાર ટ્રાફીક ઉદ્ભવ્યો છે, ઓનલાઇન બૂકીંગ તમામ બસમાં હાઉસફુલ છે, ૧૦૦ એકસ્ટ્રા બસો મૂકાઇ છે, આજે તો ડેપોમાં પગ મૂકવાની જગ્યા નહોતી. આવક રોજની ૬પ થી ૭૦ લાખે પહોંચી છે, રાજકોટથી તમામ બાજુએ એકસ્ટ્રા બસો દોડાવાઇ રહી છે, દિવાળીના તહેવારો ભારે જામ્યા છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:51 PM IST)










