News of Saturday, 18th October 2025
નવનિયુકત નાયબ મુખ્યમંત્રી સહીતના નવા મંત્રીમંડળને શુભેચ્છા પાઠવતા ઉદય કાનગડ

રાજકોટ, તા. ૧૮: રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતળત્વવાળી સરકારનું વિસ્તરણ થયું છે ત્યારે નવનિયુક્ત નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત તમામ નવનિયુક્ત મંત્રીશ્રીઓને આવકારી શુભેચ્છા પાઠવતા ધારાસભ્ય ઉદય કાનગડએ શુભેચ્છા પાઠવી છે.
નાયબ મુખ્યમંત્રી તરીકે પ્રજાલક્ષી નેતળત્વ પુરૂ પાડનાર હર્ષભાઈ સંઘવીએ શપથ લીધા છે ત્યારે સૌથી નાની ઉમરે ધારાસભ્ય અને ગળહમંત્રી બનનાર હર્ષભાઈ સંઘવીની નાયબ મુખ્યમંત્રી તરીકેની ઈનીંગ ગુજરાતના વિકાસને નવી ગતિ અને દિશા આપશે.
સાથે જ શપથ લેનાર નવનિયુક્ત તમામ કેબીનેટ અને રાજય કક્ષાના મંત્રીશ્રીઓને પણ શુભેચ્છા પાઠવતા જણાવેલ કે રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતળત્વ હેઠળ નવનિયુકત મંત્રીશ્રીઓ પોતાની જવાબદારીઓને નવી ઉચાઈઓ સુધી પહોંચાડશે અને પ્રજાસેવા, પારદર્શિતા અને વિકાસના પથ પર અડગ રીતે આગળ વધી ગુજરાતને વધુ પ્રગતિશીલ દિશામાં આગળ લઈ જશે અને રાજયનો વિકાસ વધુ વેગવંતો બનાવશે. તેમ અંતમાં ઉદયભાઇ કાનગડે જણાવ્યુ છે.
(3:14 PM IST)










