તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th October 2025
મહિકાના જુના કપડાના ધંધાર્થી પર રાજકોટમાં રિક્ષાવાળાનો પથ્થરમારો
રિક્ષા અડી ગયાનું કહી ઝઘડોઃ આજીડેમ ચોકડીએ બનાવ

રાજકોટ તા. ૧૮: રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલા મહિકા ગામે રહેતાં લાલજીભાઇ અરજણભાઇ ઝાલા (ઉ.વ.૪૫) રાજકવટ ખાતે ગત સાંજે આઠેક વાગ્યે આજીડેમ ચોકડી નજીક રવિવારી ભરાય છે ત્યાં ગામના રિક્ષાવાળા વિજયભાઇ સોલંકી સાથે તેની રિક્ષામાં જુના કપડા વેંચવાના કામ માટે આવ્યા હોઇ સાંજે માલ ભરીને પરત મહિકા જતી વખતે અન્ય અજાણ્યા રિક્ષાવાળાએ ઝઘડો કરી પથ્થર ફટકારી ઇજા કરતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થવું પડયું હતું.
લાલજીભાઇના કહેવા મુજબ મેં વિજયભાઇની રિક્ષામાં કપડા ભર્યા બાદ અમે ત્યાંથી નીકળવાની તૈયારીમાં હતાં ત્યારે અજાણ્યા રિક્ષાવાળાએ વિજયભાઇ સાથે રિક્ષા અડાડી દેવા બાબતે બોલાચાલી કરી હતી. આ વખતે હું વચ્ચે પડતાં મારા પર પથ્થરમારો થયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પલીસને જાણ કરી હતી.
(12:00 PM IST)










