<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

રૈયાધારના એલએલબીના છાત્ર અનિલને ઇન્‍દિરા સર્કલથી ઉઠાવી આસ્‍થા ચોકમાં લઇ જઇ ધોલધપાટ

ગાળ દીધી ન હોવા છતાં આરોપ મુકી પ્રિયંક, ધર્મેશ ઉર્ફ રાધે સહિતનાએ મારકુટ કર્યાનો આક્ષેપઃ સારવાર માટે દાખલ થતાં પોલીસે તપાસ આદરી

રાજકોટ તા. ૧૭: શહેરના રૈયાધાર તેર માળીયા ક્‍વાર્ટરમાં રહેતાં અને હરિવંદના કોલેજમાં એલએલબીનો અભ્‍યાસ કરતાં અનિલ રવજીભાઇ બેડવા (ઉ.વ.૨૩) નામના યુવાનને પરમ દિવસે રાતે બે વાગ્‍યા આસપાસ  ઇન્‍દિરા સર્કલ નજીક શક્‍તિ પાન પાસે મિત્રો સાથે ઉભો હતો ત્‍યારે ત્રણ શખ્‍સો બળજબરીથી ટુવ્‍હીલરમાં બેસાડી બીઆરટીએસ રૂટ ઉપરથી તેને આસ્‍થા ચોકમાં લઇ ગયા બાદ ઢીકાપાટુથી બેફામ  માર મારી બાઇકની ચાવીથી ઇજા પહોંચાડતાં   એક દિવસ બાદ સારવાર માટે દાખલ થતાં તાલુકા પોલીસે તેનું નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

અનિલ બેડવાએ હોસ્‍પિટલના બિછાનેથી કહ્યું હતું કે હું એલએલબીનો અભ્‍યાસ કરુ છું. કાલાવડ રોડ આંબેડકરનગર વિસ્‍તારના શખ્‍સોને રૈયાધારના શખ્‍સો સાથે માથાકુટ ચાલતી હોઇ હું રૈયાધારનો રહેવાસી હોઉ  પરમ દિવસે રાતે ઇન્‍દિરા સર્કલ પાસે હતો ત્‍યારે કાલાવડ રોડના શખ્‍સો પ્રિયંક, ધર્મેશ ઉર્ફ રાધે રાઠોડ સહિતનાએ ખાર રાખી મેં કોઇ ગાળ દીધી ન હોવા છતાં આ લોકોએ તે કેમ ગાળ દીધી? તેમ કહી ખોટો આરોપ મુકી ઝઘડો કર્યો હતો. બાદમાં ચાર સવારીમાં ટુવ્‍હીલરમાં મને ઇન્‍દિરા સર્કલથી બેસાડી આસ્‍થા ચોકમાં લઇ ગયા હતાં. જ્‍યાં આ બંને ઉપરાંત બીજા અજાણ્‍યા શખ્‍સોએ પણ  મારકુટ કરી હતી.

છેલ્લે મને ધમકી દઇ છોડી મુક્‍યો હતો. એ દિવસે હું રાતે સુઇ ગયો હતો અને ઘરમાં જાણ કરી નહોતી.ગઇકાલે દુઃખાવો થતો હોઇ ઘરમાં જાણ કરતાં મને સારવાર માટે ખસેડાયો હતો. તેમ વધુમાં અનિલે કહેતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:36 PM IST)