તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th October 2025
શ્રી બાલાજી હનુમાનજી મંદિરે સોમવારે નિઃશુલ્ક ૧૨૧ કુંડી મારૂતિ યજ્ઞઃ ૧૦૦૮ દિકરીઓ દ્વારા ધ્વજારોહણ
કાળી ચૌદશના આયોજનઃ ભાવિકો મોટી સંખ્યા ઉમટશે

(દર્શન મકવાણા દ્વારા) જામજોતપુર, તા.૧૭: વડતાલ ધામને આંગણે આગામી તા.૩૦/૧૦/૨૦૨૫ થી ૫/૧૧/૨૦૨૫ દરમ્યાન ઉજવાનાર શ્રી શિક્ષાપત્રી લેખન તેમજ આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં વડતાલ ધામ સંચાલિત શ્રી બાલાજી હનુમાનજી મંદિરે જ્યાં ભાવિકોની ભારે ભીડ જોવા મળતી હોય છે અને રાજકોટ વાસીઓની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. જ્યાં મહાપ્રતાપી બાલાજી હનુમાનજી મહારાજ હાજરાહજૂર બેઠા છે. દાદા સૌ ભક્તોના મનોરથ પૂર્ણ કરે છે.ત્યારે ૨૦ ઓક્ટોબરને સોમવાર અને કાળી ચૌદસના પવિત્ર દિવસે સમગ્ર રાજકોટની ૧૦૦૮ દીકરીઓ દ્વારા ઘ્વજા આરોહણ તથા ૧૨૧ કુંડી મહા મારુતિ યજ્ઞનું ભવ્ય દિવ્ય આયોજન મંદિરના મહંત પૂજ્ય વિવેકસાગરદાસજી સ્વામી તથા સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મહંત શાષાી પૂજ્ય રાધારમણદાસજી સ્વામીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું છે.
આ પાવન પ્રસંગે વયોવળધ સદગુરુ પૂજ્ય હરિચરણદાસજી સ્વામીની પાવન ઉપસ્થિતિ રહેશે. બપોરે ૨.૩૦ કલાકે ધ્વજારોહણ તથા સાંજે ૪ વાગ્યે ૧૨૧ કુંડી નિઃશુલ્ક મહા મારૂતિનું આયોજન કરવામાં આવ્યુ છે. આ પ્રસંગે પરિવાર સાથે દાદાના દર્શને પધારવા તથા મહામારૂતિ યજ્ઞ અને ધ્વજારોહણનો અલભ્ય લાભ લેવા પધારવા મંદિરના કોઠારી પૂ.મુનીવત્સલદાસજી સ્વામીની યાદીમાં જણાવાયું છે.
(3:31 PM IST)










