તા. ૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૧ રવિવાર
News of Friday, 17th October 2025
દિવાળીએ હિસાબ ચૂકતે કરવાની પરંપરા જાળવતું મનપાઃ ૧૪૦ કરોડનું ચૂકવણું કર્યું
કોન્ટ્રાક્ટરોના બાકી બીલના ૧૦૦ કરોડ અને પગાર, બોનસ પેટે ૪૦ લાખ ચૂકવ્યા

રાજકોટ, તા.૧૭: દિવાળીના તહેવારો દરમિયાન લેણી રકમોનુ ચૂકવણું કરવાની પ્રથા વર્ષોથી ચાલી આવી રહી છે. જેમાં અમૂક સરકારી વિભાગો પણ આ પ્રથાને અનુસારીને તહેવારોમાં ચૂકવણુ કરી રહ્યા છે. જેમાં રાજકોટ કોર્પોરેશનને પણ એક જ દિવસમાં રૂા.૧૪૦ કરોડનું ચૂકવણુ કર્યાનું એકાઉન્ટ વિભાગના સૂત્રોમાંથી જાણવા મળેલ છે. મનપાના હિસાબ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ અલગ અલગ કામો માટે અપાયેલા કોન્ટ્રાક્ટના મોટાભાગના કામો પૂર્ણ થઇ ગયા હોય અથવા વચગાળાની રકમ ચૂકવવાની બાકી હોય તેમજ બિલ તૈયાર થઇને ઓડીટ વિભાગમાંથી આવી ગયા હોય અને ચૂકવણુ આગામી માસમાં કરવાનુ હોય તેવા તમામ કામોના બિલનું ચૂકવણુ ગઇકાલે કરવામાં આવ્યુ છે. તૈયાર થઇ ગયેલા બિલો માટે કોન્ટ્રાક્ટરોને રૂા.૧૦૦ કરોડથી વધુ ચૂકવવામાં આવ્યા છે. તેવી જ રીતે સરકાર દ્વારા તમામ કર્મચારીઓને એડવાન્સમાં પગાર આપવાની જાહેરાત કર્યા બાદ પરિપત્ર મનપાને મોકલાવેલ જે અંતર્ગત મનપાએ તમામ કર્મચારીઓના પગાર બનોસ અને ડીએએરીયસ સહિતનું ૪૦ કરોડનુ ચૂકવણુ કરી દીધુ છે. ઉપરાંત કોન્ટ્રાક્ટ બેઇઝ ઉપર કામ કરતા કર્મચારીઓને તહેવાર ટાણે આર્થિક મુશ્કેલી ન પડે તે માટે થઇ ને અમૂક કોન્ટ્રાક્ટરોને પણ કર્મચારીઓના મુકેલા બિલ મુઝબનું ચૂકવણુ કરી દેવામાં આવ્યુ છે. આગામી બે દિવસ દરમિયાન બાકી રહી ગયેલા કોન્ટ્રાક્ટરોને પણ રૂા. ૨૫ કરોડથી વધુનુ ચૂકવણુ કરવામાં આવશે. તેમ હિસાબ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યુ છે.
(4:09 PM IST)










