<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

શહેર પોલીસ દ્વારા જપ્‍ત કરાયેલા ૧.૬૫ કરોડના ગેરકાયદેસર દારૂ-બીયર પર બૂલડોઝર ફેરવી દેવાયુ

સાત હનુમાન સોખડાના રસ્‍તે સરકારી ખરાબામાં કાર્યવાહીઃ સોૈથી વધુ દારૂ ઝોન-૧ હેઠળના પોલીસ સ્‍ટેશનો દ્વારા પકડાયો હતો

રાજકોટઃ શહેર પોલીસે દર વર્ષે   ગેરકાયદેસર દારૂ પકેડે એ જથ્‍થાનો નિયમોનુસાર નાશ કરવાની કાર્યવાહી સમયાંતરે કરવામાં આવતી હોય છે. તે અંતર્ગત આજે વહેલી સવારે કુવાડવા રોડ નવાગામ સાત હનુમાન પાસે સોખડા અને નાકરાવાડીના રસ્‍તે સરકારી ખરાબામાં દારૂનો નાશ કરવાની કામગીરી થઇ હતી.  ગૃહ વિભાગના ઠરાવ અન્‍વયે કોર્ટ તરફથી આવા દારૂના જથ્‍થાનો નિકાલ કરવાનો હુકમ મેળવી દારૂના જથ્‍થાનો નાશ કરવામાં આવતો હોય છે. આ અંતર્ગત શહેર પોલીસ સ્‍ટેશનનના ઝોન-૧, ઝોન-૨ અને ક્રાઇમ બ્રાંચ દ્વારા કુલ ૧૬૭ કેસમાં પકડાયેલા ૪૩૩૨૩ બોટલો, બીયર કે જેની કિંમત રૂા. ૧,૬૫,૧૯,૪૭૩ થાય છે તેનો નાશ કરાયો છે.

જાણવા મળ્‍યા મુજબ ઝોન-૧ હેઠળના પોલીસ સ્‍ટેશનો દ્વારા ૬૪ કેસ કરી ૧૬૨૯૧ બોટલ-ટીન રૂા. ૬૭,૦૬,૬૮૪નો જથ્‍થો, ઝોન-૨ હેઠળના પોલીસ સ્‍ટેશનો દ્વારા ૭૯ કેસ કરી ૧૦૮૭૭ બોટલ-ટીનનો રૂા. ૫૪,૦૮,૩૫૫નો જથ્‍થો અને ક્રાઇમ બ્રાંચ દ્વારા ૨૪ કેસ કરી ૧૬૧૫૫ બોટલ-ટીનનો રૂા. ૪૪,૦૪,૪૩૪નો જથ્‍થો કબ્‍જે કરાયો હતો. આ તમામ દારૂ-બીયરના જથ્‍થાને જમીન પર ગોઠવી તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્‍યું હતું. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, ડીસીપી રાકેશ દેસાઇ, ડીસીપી હેતલ પટેલ, એસીપી ભરત બસીયા, એસીપી રાધીકા ભારાઇ, એસીપી બી. વી. જાધવ, એસીપી બી. જે. ચોૈધરીના માર્ગદર્શન હેઠળ તમામ પોલીસ સ્‍ટેશનોના પીઆઇની હાજરીમાં દારૂનો નાશ કરવાની કામગીરી થઇ હતી. એક તરફ તહેવારના દિવસોમાં પ્‍યાસીઓ કે જે ગેરકાયદેસર દારૂ ખરીદીને પીવે છે તેઓમાં માલની અછતને લઇને દેકારો છે ત્‍યારે પોલીસે દોઢ કરોડથી વધુના દારૂ-બીયરનો નાશ કરી નાંખતા આવા પ્‍યાસીઓના જીવ બળી ગયા હતાં. તસ્‍વીરમાં દારૂનો નાશ કરાયો તે દ્રશ્‍યો જોઇ શકાય છે.

(2:54 PM IST)