તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th October 2025
પુનિતનગર સતનામ સોસાયટીમાં દરોડોઃ તીનપત્તી રમતી મહિલાઓ સહિત પ ઝડપાયા
તાલુકા પોલીસના પી.એસ.આઇ. બી. આર. ભરવાડ તથા ટીમનો દરોડો

રાજકોટ તા. ૧૭: પુનીતનગર પાસે સતનામ સોસાયટીમાં તાલુકા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જાહેરમાં તીનપતીનો જુગાર રમતી મહિલાઓ સહિત પાંચ શખ્સોને પકડી લીધા છે.
મળતી વિગત મુજબ સતનામ સોસાયટી પાસે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી મળતા તાલુકા પોલીસના પી.આઇ. ડી. એમ. હરીપરાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. બી. આર. ભરવાડ સહિતના સ્ટાફે દરોડો પાડી સતનામ સોસાયટી પાસે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા મવડી પ્લોટ નવલનગર શેરી નં. ૧૬ના હંસાબેન ડાયાભાઇ ડાવેરા, હુડકો ચોકડી પાસે વેલનાથ સોસાયટીના ઉષાબેન વિક્રમભાઇ વીરડા, દોઢસો ફુટ રીંગ રોડ, ઉમીયા ચોક કાવ્યા પેલેસમાં રહેતા ભાવનાબેન ઇલેશભાઇ ગોહેલ, ગુરૂપ્રસાદ ચોક પાસે વિનાયક સોસાયટી શેરી નં. ૧૬ના અંબાબેન દિનેશભાઇ અઘેરા અને મવડી રોડ મારૂતીનંદનનગરના અલ્પેશ ઉર્ફે બાબો રમણીકભાઇ ગોટેચાને પકડી લઇ રૂા. ૧૦,૬પ૦ની રોકડ સહિતની મત્તા સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.
આ કામગીરી પી.એસ.આઇ. બી. આર. ભરવાડ, હેડ કોન્સ. અક્ષયભાઇ નાથાણી, કોન્સ. ઉગાભાઇ બાળા અને કોન્સ. શીતલબેન દ્વારા કરવામાં આવી હતી.
(2:49 PM IST)










