<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

મોરબી રોડ મહાવીર સોસાયટીમાં ‘શી' ટીમ દ્વારા જાગૃતિ કાર્યક્રમ

રાજકોટઃ મોરબી રોડ જકાતનાકા પાસે મહાવીર સોસાયટીમાં મહિલા પોલીસની શી ટીમદ્વારા મહિલાઓની મુલાકાત લઇ મહિલાઓને અલગ અલગ મુદ્દે જાગૃત રહેવા તેમજ શી ટીમ, ૧૧૨, સાયબર ક્રાઇમ ૧૯૩૦, ૧૮૧ હેલ્‍પાઇનની કામગીરી અંગે માહિતી અપાઇ હતી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી આર. એસ. બારીયા, પીઆઇ એચ. એમ. ભાટીની રાહબરીમાં શી ટીમના કોકીલાબેન સોલંકી અને ટીમે આ કામગીરી કરી હતી.

(2:43 PM IST)