તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th October 2025
રાજકોટ શહેર, રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે દિપાવલીની ઉજવણીના ભાગરૂપે આજ તા.૧૬થી તા.૨૦ સુધી દિવાળી ઉત્સવોનું આયોજન: એક તરફનો રોડ વન-વે જાહેરપોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાનું જાહેરનામું: હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે:જુઓ સંપૂર્ણ યાદી

રાજકોટ: રેસકોર્ષ રીંગરોડની આજુ-બાજુ દિવાળી ઉત્સવ અંતર્ગત રોશની ગોઠવાઈ છે અને અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં રંગોળી સ્પર્ધા, ભવ્ય આતશબાજી, લેઝર-શો, લાઇટીંગ ડેકોરેશન, મ્યુઝીકલ બેન્ડ જેવી વિવિધ પ્રવૃત્તિઓ થનાર હોય અને તા.૧૭/૧૦/૨૫ના રોજ રેસકોર્ષ રીંગરોડને ફરતે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હોઇ આ રંગોળી સ્પર્ધામાં રાજકોટ શહેરમાંથી ખુબજ મોટા પ્રમાણમાં આમજનતા જોળાનાર હોય તથા રંગોળી જોવા આવનાર હોય, જેથી રેસકોર્ષ રિંગ રોડની અંદરનો રોડ વન વે જાહેર કરાયો છે. પોલીસ કમિશનરનું જાહેરનામુ અહીં પ્રસ્તુત છે.


(8:26 PM IST)










