તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th October 2025
પુરવઠા વિભાગ-સરકાર હવે પુરવઠાના સર્વરની સમસ્યા અંગે જવાબદારી સમજી કાયમી ઉકેલ લાવે : લોકો હેરાન-પરેશાન
કાર્ડ હોલ્ડરો દુકાનદારો વચ્ચે રોજ માથાકુટ : અધીકારીઓ ગંભીરતા સમજે... : છેલ્લા પ દિવસથી સર્વરની સમસ્યા હોય સસ્તા અનાજની દુકાનો ઉપર લોકોના ટોળા

રાજકોટ, તા. ૧૬ : ગુજરાત ફેરપ્રાઇઝ શોપ એસો.ના મહામંત્રી હિતુભા જાડેજાએ એક નિવેદનમાં ઉમેર્યુ છે કે પુરવઠાનું સર્વર એક કાયમી સમસ્યા છે.
છેલ્લા પાંચ છ દિવસ થી રોજ સર્વરની સ્પીડ ઘટી જાય છે કયારેક એકદમ ઠપ્પ થઈ જાય છે આ બાબતે એસોસિએશન દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવે છે. રાજ્યના મોટાભાગની વાજબી ભાવની દુકાનોમા વિતરણ પુરબહારમા ચાલી રહ્યુ છે લોકો પણ તહેવારોને અનુસંધાને જથ્થો લેવા માટે લાઈનો લગાવે છે પરંતુ સર્વર સહીતની સમસ્યાઓ ને કારણે વાજબી ભાવના દુકાનદારો ડીએસડી ગોડાઉન નિગમ વિભાગ કર્મચારીઓ, અધિકારીઓ, મંત્રીઓ, મુખ્યમંત્રીશ્રી સહીત સરકાર બદનામ થઈ રહ્યા છે આ બાબતની ગંભીરતા લાગતા વળગતા અધિકારીઓએ લઈ ને તાત્કાલિક વ્યવસ્થા કરવી જોઈએ.
મામલતદાર કચેરી જીલ્લા પુરવઠા કચેરી પુરવઠા વિભાગ મિનીસ્ટરી કે સરકાર એ આ ઈશ્યુને હવે હાથોહાથ લઈ ને સામૂહિક જવાબદારી સમજીને કાયમી ઉકેલ લાવવો જોઈએ દિવાળીના તહેવારો દરમ્યાન પણ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને લાચારી વેઠવી પડે એ નાલેસી છે જાહેર વિતરણ વ્યવસ્થાને સુચારુ રુપે ચલાવવા માટે અમો વાજબી ભાવ ના દુકાનદાર ભાઈઓ અમારી જવાબદારીઓ નિભાવવા કટીબધ્ધ છીએ આપ અધિકારીઓ અને સરકાર આ બાબતની ગંભીરતા સમજીને સર્વર માટે કોઈ કાયમી સમાધાન થાય એવા પગલાઓ લઈ ને સામાન્ય જનતાની હાડમારીઓને નિવારી શકો એવી વિનંતી છે. (૯.રર)
(3:30 PM IST)










