તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th October 2025
માંડા ડુંગર પાસે સુંદરમ્ પાર્કમાં અંજુકુમારીનો ફાંસો ખાઇ આપઘાત
મુળ બિહારની પરિણીતાએ બારીમાં ચુંદડી બાંધી દેહ લટકાવી દીધોઃ એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતાં: કારણ અકળ

રાજકોટ તા. ૧૬: આજીડેમ ચોકડીથી આગળ માંડા ડુંગર પાસે સુંદરમ્ પાર્કમાં રહેતી મુળ બિહારની પરિણીતાએ ઘરની બારીની ગ્રીલમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી ફેલાઇ ગઇ હતી. એક વર્ષ પહેલા જ આ પરિણીતાના લગ્ન થયા હતાં.
જાણવા મળ્યા મુજબ સુંદરમ્ પાર્ક શેરી નં. ૨ બ્લોક નં. બી-૯માં અંજુકુમારી ગોપાલ વિશ્વકર્મા (ઉ.વ.૨૩) નામની પરિણીતાએ ઘરની બારીની ગ્રીલમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ ૧૦૮ના તબિબ મારફત થતાં આજીડેમ પોલીસ સ્ટેશનના એચ. જે. સોલંકી સહિતે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
આપઘાત કરનાર અંજુકુમારીના લગ્ન એક વર્ષ પહેલા જ થયા છે. મુળ બિહારની વતની અંજુકુમારીનો પતિ ગોપાલ વિશ્વકર્મા કારખાનામાં મજૂરી કરે છે. આપઘાતનું કારણ બહાર આવ્યું ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે. (૧૪.૫)
(11:04 AM IST)










