<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th October 2025

જિલ્લા પંચાયતમાં બજેટ નવા શાસકો રજુ કરશે

વહીવટી પાંખ દિવાળી પછી રીવાઇઝડ અને રેગ્‍યુલર બજેટનું કામ શરૂ કરશે : ચૂંટણીના સમયપત્રક પર આધાર ચૂંટણી સમયસર યોજાય તો જાન્‍યુઆરી-ફેબ્રુઆરીમાં આચારસંહિતા : વચગાળાના બજેટનો વિકલ્‍પ ખુલ્લો

રાજકોટ, તા., ૧૫ : ગુજરાતમાં આગામી ચાર મહિનામાં પાલિકા પંચાયતોની સામાન્‍ય ચૂંટણી આવવા પાત્ર છે તેમાં રાજકોટ જિલ્લા પંચાયત અને જિલ્લાની તાલુકા પંચાયતોનો સમાવેશ થાય છે. સામાન્‍ય રીતે ફેબ્રુઆરી કે માર્ચમાં પંચાયતોનું બજેટ રજૂ થતું હોય છે. ૩૧ માર્ચ પહેલા બજેટ મંજૂર કરી દેવું જરૂરી છે. આ વખતે ચૂંટણી સમયસર થાય તો જાન્‍યુઆરી ફેબ્રુઆરીમાં આચાર સહિત હશે. રાજકીય અગ્રણીઓ પ્રચારમાં રોકાયેલા હશે તેથી પંચાયતનું બજેટ મોડું થવાની શકયતા છે. જો ચૂંટણી સમયસર હોય તો નવા નાણાકીય વર્ષનું બજેટ નવી ચૂંટાયેલી પાંખ રજૂ કરશે. એક બે મહિનાના વચગાળાના બજેટનો વિકલ્‍પ પણ ખુલ્લો છે. ચૂંટણીના સમયપત્રક પર આગામી બજેટનો આધાર રહેશે

૨૦૨૧ માં જિલ્લા પંચાયતનું વચગાળાનું બજેટ રજૂ થયેલ કોંગ્રેસ પછી ભાજપનું શાસન આવતા ભાજપના શાસકોએ શાસન સંભાળીને તુરત નવું બજેટ રજૂ કર્યું હતું. આ વખતે પણ બજેટ નવા શાસકો જ રજૂ કરે તેવા સંજોગો છે. વિદાય લેતા શાસકો સંભવિત નવા શાસકો વતી બજેટ બનાવી નાખે તે બાબત નવી ચુંટાનારી પાંખના અધિકાર પર તરાપ સમાન છે તેઓ મુદ્દો તે વખતે ઉઠ્‍યો હતા.ે

રાજકોટ જિલ્લા પંચાયતમાં વહીવટી પાંખ દ્વારા ચાલુ નાણાકીય વર્ષના રીવાઇઝડ અને  બજેટની તૈયારી અને નવા નાણાકીય વર્ષના રેગ્‍યુલર બજેટની તૈયારી દિવાળી પછી શરૂ થશે. ચૂંટણી ફેબ્રુઆરીને બદલે વહેલી થાય તો પણ નવા શાસકોને બજેટ રજૂ કરવાની તક મળશે ચૂંટણી સમયસર થાય તો વચગાળાનું બજેટ આવી શકે અથવા માર્ચમાં નવા ચૂંટાયેલા શાસકોએ બજેટનું કામ અગ્રતાના ધોરણે હાથ પર લેવું પડે ગયા વર્ષે ૨૦૨૪ માં ૨૪ માર્ચે બજેટ રજૂ થયેલ આ વખતે રજૂ થવા અંગે અનિヘતિતા છે. બજેટની બાબતમાં ચુંટણીનો સમયગાળો નિર્ણાયક બનશે. રાજય સરકાર તરફથી પંચાયતોને બજેટ અંગે માર્ગદર્શન આપવામાં આવે તેવા નિર્દેશ છે. 

(3:36 PM IST)